પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં ડિસેમ્બર 2021થી 11 વખત વધારો કર્યો હોવા છતાં બ્રિટનમાં ફુગાવામાં અણધાર્યો ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી 2023માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) વધી 10.4 ટકા થયો હતો. અગાઉના ત્રણ મહિના સુધી મોંઘવારીમાં ઘટાડો થયો હતો. હાલનો ફુગાવો 40 વર્ષના ઊંચા સ્તરની નજીક છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના બે ટકાના ટાર્ગેટ કરતાં પાંચ ગણો છે.

જાન્યુઆરીમાં ફુગાવો 10.1 ટકા રહ્યો હતો અને તેનાથી બજારમાં એવી ધારણા હતી કે તે ઘટીને 9.9 ટકા થશે. હાલમાં અછત છે તેવા ફૂડ અને ફ્રેશ ફૂડના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે મોંઘવારીમાં વધારાને કારણે સમગ્ર બ્રિટનમાં કામદારો વારંવાર હડતાલનું એલાન આપી રહ્યાં છે.

ONSના ચીફ ઇકોનોમિસ્ટ ગ્રાન્ટ ફિટ્ઝનરે જણાવ્યું હતું કે, ખાદ્ય અને બિન-આલ્કોહોલિક પીણાના ભાવ 45 વર્ષમાં તેમના ઉચ્ચતમ દરે પહોંચ્યા હતા. સમગ્ર યુરોપમાં ખરાબ હવામાનને કારણે કેટલાંક સલાડ અને વેજિટેબલ આઇટમના ભાવમા વધારો થયો હતો.

LEAVE A REPLY