કોરોના વાઈરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકારને સત્તા આપવા ઘડાયેલા ઇમરજન્સી કાયદાની વિગતો સરકારે જાહેર કરી છે. સરકારની આ સત્તા કામચલાઉ, બે વર્ષ સુધી મર્યાદિત રહેશે. સરકારે કહ્યું છે કે જ્યારે અને જ્યાં જરૂર પડશે ત્યારે જ તેનો ઉપયોગ કરાશે. ગુરૂવારે આ બિલ સંસદમાં રજૂ કરાશે અને સરકારને આશા છે કે મહિનાના અંત સુધીમાં તે કાયદો બની જશે.
આરોગ્ય સેવા: લોકોને વધુ રોજગાર સલામતી આપવી જેથી તેઓ તેમની મુખ્ય નોકરી ગુમાવ્યા વિના હેલ્થ અને સોશ્યલ કેર ક્ષેત્રે સહાય આપવા ચાર અઠવાડિયા સુધી સ્વયંસેવક બની શકે. તેઓ ગુમાવેલી કમાણી અને ખર્ચ બદલ ફ્લેટ રેટ મુજબ વળતર મેળવશે.
નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ નામ નોંધાવી શકશે અને તેઓ કામ પર પાછા ફરશે તો તેમના પેન્શન પર નકારાત્મક અસર નહીં પડે. તાલીમના અંતની નજીક હોય તેવા વિદ્યાર્થીઓ પણ નોંધણી કરાવી શકે છે.
NHSના કર્મચારીઓને રાજ્યના સમર્થન સાથેની વીમા યોજનામાં આવરી લેવાશે, જેથી તેઓ ફરજની મર્યાદા સિવાય દર્દીઓની સંભાળ રાખી શકે. વધુ બિમાર લોકોને સારવાર મળી શકે તે માટે હોસ્પિટલના બેડ ખાલી કરાવવા ડોકટર્સ દર્દીઓને ડીસ્ચાર્જ કરવા માટેના પેપરવર્ક અને એડમિન વર્કમાં ઘટાડો કરાશે.
પોલીસ અને ઇમિગ્રેશન: પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓને લોકોની અટકાયત કરવાની અને જાહેર આરોગ્યને બચાવવા જરૂરી જણાય ત્યારે તેવા લોકોને યોગ્ય આઇસોલેશનમાં મુકવાની સત્તા અપાશે. અપૂરતા સંસાધનો હશે તો હવાઇમથકો અથવા પરિવહન કેન્દ્રો કામચલાઉ સ્થગિત કરાશે.
શાળાઓ: શાળાઓ અને ચાઇલ્ડ કેર પ્રોવાઇડર આવશ્યકતા મુજબ શિક્ષકનો ગુણોત્તર ઘટાડી શકશે અને શૈક્ષણિક સંસ્થાઓ અથવા નર્સરી બંધ કરાવી શકશે.
બિઝનેસીઝ: જાતે અલગ થનારા લોકોને સ્ટેટ્યુટરી સીક પે આપી શકાશે. નાના બિઝનેસીઝનો સ્ટેટ્યુટરી સીક પેનો દાવો મંજૂર કરી શકાશો.
જાહેર મેળાવડા: સરકાર કોઈપણ સ્થળે ઇવેન્ટ્સ અને મેળાવડા પર પ્રતિબંધ લગાવી શકશે.
મૃત્યુ: પરિવાર વતી ફ્યુનરલ ડાયરેક્ટર્સ અને અન્ય આગ્રણી વ્યક્તિઓ મૃત્યુની નોંધણી કરાવી શકે તે માટે સૂચિનો વિસ્તાર કરાશે. તે માટે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ દસ્તાવેજો પણ પૂરાવા તરીકે રજૂ કરી શકાશે. કોરોનર્સને સૂચિત કરવાની આવશ્યકતાઓમાં રાહત અપાશે. આ કાયદો સ્થાનિક અધિકારીઓને ક્રિમેટોરીયમના સંચાલનનો સમય વધારવાની સત્તા આપશે. કંપનીઓ તેમના વાહનોનો ઉપયોગ મૃતદેહ ખસેડવા માટે કરી શકશે અથવા ફ્યુનરલ સેક્ટર સિવાયના લોકોની સહાય લઇ શકશે.