ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલ (ANI Photo)

ભારતી એન્ટરપ્રાઈઝના સ્થાપક અને ચેરમેન સુનીલ ભારતી મિત્તલ બુધવાર, 28 ફેબ્રુઆરીએ બ્રિટનના રાજા ચાર્લ્સ III દ્વારા માનદ નાઈટહુડના ઇલકાબથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય નાગરિક બન્યા હતાં. યુકે અને ભારતના બિઝનેસ સંબંધો માટે યોગદાન આપવા બદલ તેમને આ બિરુદ અપાયું હતું.

યુકે કેબિનેટ ઓફિસે જાહેર કરેલા માનદ બ્રિટિશ પુરસ્કારોની યાદીમાં મિત્તલને નાઇટ કમાન્ડર ઓફ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર હેઠળ KBEનું સન્માન પ્રાપ્ત થયું છે, જે બ્રિટિશ રાજા દ્વારા આપવામાં આવતાં સર્વોચ્ચ સન્માનો પૈકીનું એક છે.

એવોર્ડની જાહેરાત થયા પછી પ્રતિક્રિયા આપતા 66 વર્ષના ઉદ્યોગપતિ સુનીલ મિત્તલે જણાવ્યું કે, “હું કિંગ ચાર્લ્સથીના એવોર્ડરથી કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. યુકે અને ભારતના સંબંધ ઐતિહાસિક છે. એકબીજાના સહયોગમાં આ સંબંધ નવા યુગમાં પ્રવેશ કરી ચુક્યાં છે. હું મારા બંને મહાન દેશોની વચ્ચે આર્થિક દ્વિપક્ષિય વ્યાપાર સંબંધોને મજબૂત કરવાની દિશામાં કામ કરતો રહીશ. હું આ સન્માન માટે યુકેની સરકારનો અભાર માનું છું. યુકેની સરકાર વ્યાપારની જરૂરિયાતો પર ધ્યાન આપી રહી છે. સરકારનું સમર્થન મળી રહ્યું છે, તેના કારણે રોકાણકાર આકર્ષિત થઇ રહ્યાં છે.”

ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર મિત્તલે આ એવોર્ડ એનાયત કરશે. મિત્તલને ઔપચારિક રીતે શાહી ચિહ્ન પણ આપવામાં આવશે.

KBE બ્રિટેનમાં નાગરિકોને અપાતું સન્માન છે, જ્યારે વિદેશી નાગરિકોને માનદ નાઇટહૂડનો એવોર્ડ આપવામાં આવે છે. નાઇટહુડ એવોર્ડના વિજેતા યુકેના નાગરિકો સર કે ડેમનું બિરુદ મળે છે, જ્યારે વિદેશી નાગરિકો તેમના નામ પછી KBE (અથવા મહિલાઓ માટે DBE)નો ઉપયોગ કરી શકે છે.

2019માં ભારતીનું એરટેલ આફ્રિકાનું લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું હતું અને તે FTSE100 ઇન્ડેક્સનો એક ઘટક છે.

 

LEAVE A REPLY