કોરોના વાઇરસના નવા સ્ટેનને અંકુશમાં રાખવા ભારત બ્રિટનની ફ્લાઇટ પરના પ્રતિબંધને લંબાવે તેવી શક્યતા છે, એમ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંઘ પૂરીએ મંગળવારે જણાવ્યું હતું.
બ્રિટનમાંથી નવા પ્રકારના કોરોનાના ફેલાવાને કારણે ભારતે 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે બંને દેશો વચ્ચેની તમામ ફ્લાઇટને સસ્પેન્ડ કરી હતી. પ્રધાને જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્લાઇટના હંગામી પ્રતિબંધને લંબાવવામાં આવે તેવું મને લાગે છે. આગામી એક કે બે દિવસમાં અમે વધારાના પગલાં અંગે નિર્ણય કરીશું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)