કોવિડ-19ની કટોકટીને કારણે અનેર્સ્ટ યંગ આઈટમ ક્લબે તા. 27ને સોમવારે યુકેના અર્થતંત્ર અંગેના તાજેતરના અંદાજોમાં જણાવ્યું હતું કે એપ્રિલથી જૂનમાં યુકેના અર્થતંત્રમાં 20%નો ઘટાડો થશે અને યુકેને 2019ના સ્તરની સંપૂર્ણ આર્થિક સ્થિતી મેળવવા માટે 2024 સુધીનો સમય લાગશે, જે પહેલાની આગાહી કરતા 18 મહિના મોડો હશે.
EYની આગાહી પ્રમાણે આવનારા ત્રિમાસિક ગાળામાં લગભગ 12%નું વિસ્તરણ થવા સાથે અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ પરત આવવાની અપેક્ષા છે. અર્થશાસ્ત્રીઓએ યુકે માટેની તેમની 2020ની આગાહી કરતા જણાવ્યું હતું કે જૂનમાં અર્થતંત્રમાં કરાયેલી 8%ના ઘટાડાની આગાહી કરતા વધુ ખરાબ 11.5% ના ઘટાડાની આગાહી કરી હતી. જોકે આગામી વર્ષે 5.5%ની વૃદ્ધિ થશે. EY અપેક્ષા રાખે છે કે વર્ષના અંતે બેરોજગારીનો દર 9% થઇ જશે. જે મે માસ સુધીના 3 માસ દરમિયાન 3.9% હતો.
જો કે, યુકે ધીમે ધીમે કોવિડ-19 લૉકડાઉનમાંથી બહાર આવી રહ્યું છે અને આ વીકેન્ડમાં જીમ અને સ્વિમિંગ પુલ ફરીથી ખોલવામાં આવશે અને બિનજરૂરી દુકાનો 15 જૂનથી તથા 4 જુલાઇથી પબ્સ, રેસ્ટોરાં અને હેરડ્રેસરને ખોલાયા હતાં.
રિઝોલ્યુશન ફાઉન્ડેશન થિંકટેન્ક અનુસાર, બ્રિટીશ હાઉસહોલ્ડ્સમાં 1970 ના દાયકાના મધ્ય ભાગમાં આવેલી તેલની કટોકટી પછી પહેલી વખત મે માસમાં સરેરાશ ફેમીલી આવકમાં 4.5 ટકાનો ઘટાડો થયો હોવાથી તેમની નાણાંકીય સ્થિતિમાં સૌથી વધુ ફટકો પડ્યો છે. વળી સરકારની જોબ રીટેન્શન યોજના ઑક્ટોબરના અંતમાં બંધ થવાની છે.