bivalent booster vaccine

યુકેના આરોગ્ય અધિકારીઓએ શનિવારે તા. 3ના રોજ કોવિડ-19ના ઓમિક્રોન અને મૂળ સ્ટ્રેઇનને લક્ષ્ય બનાવતી “કોમિર્નેટી બાયવેલેન્ટ ઓરિજિનલ/ઓમિક્રોન” નામની બીજી “બાયવેલેન્ટ” રસીને મંજૂરી આપી છે. મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ જણાવ્યું હતું કે ફાઇઝર અને બાયોએન્ટેક દ્વારા બનાવવામાં આવેલ “અપડેટેડ બૂસ્ટર વેક્સીન” તેના સલામતી, ગુણવત્તા અને અસરકારકતાના ધોરણોને પૂર્ણ કરતી જોવા મળી હતી જે 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આપી શકાશે.

આ રસીનો અડધો ભાગ (15 માઇક્રોગ્રામ) મૂળ વાયરસના તાણને અને બાકીનો અડધો ભાગ (15 માઇક્રોગ્રામ) ઓમિક્રોન (BA.1) ને લક્ષ્ય બનાવે છે. આ નિર્ણયને યુકેના કમિશન ઓન હ્યુમન મેડિસિન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

સૌથી વધુ જોખમ ધરાવતા, 75 વર્ષથી વધુ ઉંમરના અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આવતા અઠવાડિયાથી NHS નેશનલ બુકિંગ સર્વિસ દ્વારા રસી બુક કરાવી શકશે અને પછીના સપ્તાહથી રસી અપાશે. ઓટમ બૂસ્ટર પ્રોગ્રામ સોમવાર તા. 5થી શરૂ થશે, જેમાં કેર હોમના રહેવાસીઓ, સ્ટાફ અને ઘરે રહેતા લોકોને જૅબ્સ અપાશે. સમગ્ર ઈંગ્લેન્ડમાં આશરે 26 મિલિયન લોકો આગામી અઠવાડિયામાં ઓટમ બૂસ્ટર માટે લાયક બનશે.

LEAVE A REPLY