યુકે સરકારે તા. 4 ને બુધવારે યુક્રેન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને રશિયામાં પોતાની સેવાઓની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી મોસ્કો સાથેના બિઝનેસને કાપી નાખ્યો હતો.
યુકેના ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે જણાવ્યું હતું કે ‘’હવે રશિયાના બિઝનેસીસ યુકેની “વર્લ્ડ ક્લાસ” એકાઉન્ટન્સી, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને PR સેવાઓનો લાભ મેળવી શકશે નહીં. પુતિનના શાસન સાથે વેપાર કરવો એ નૈતિક રીતે નાદારી છે અને તે યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે, જે સમગ્ર યુક્રેનમાં અસંખ્ય લોકોની વેદનાઓનું કારણ બને છે. આમ કરવાથી ક્રેમલિન પર વધુ દબાણ આવશે અને આખરે પુટિન યુક્રેનમાં નિષ્ફળ જાય તેની ખાતરી કરવામાં મદદ કરશે.”
યુકેના બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગે જણાવ્યું હતું કે, ‘’અમે ક્રેમલિન પર કોર્સ બદલવા માટે આર્થિક દબાણ વધારી રહ્યા છીએ.’’
યુકે સરકારે જણાવ્યું હતું કે તે 63 નવા પ્રતિબંધો પણ લાદી રહી છે, જેમાંથી ઘણા અભિનેતાઓ અને મીડિયા સંસ્થાઓની એસેટ ફ્રીઝ કરી મુસાફરી પર પ્રતિબંધ લદાશે.