યુકેમાં સ્થળાંતર કરનારાઓ માટે વિઝા અથવા વિશેષ પરવાનગી વિના યુકેમાં જાણીજોઈને પ્રવેશ કરવો પહેલેથી જ ગેરકાયદેસર છે અને તેમને ચાર વર્ષ સુધીની જેલ તથા તેમને સુરક્ષિત દેશમાં ખસેડી શકાય જો કે, બહુ ઓછી સંખ્યામાં લોકો સામે કાર્યવાહી થવાની સંભાવના છે. કેમ કે યુકેની આંતરરાષ્ટ્રીય કાનૂની જવાબદારી છે કે જો કોઈ શરણાર્થી તરીકે રક્ષણ માંગે તો તેને ફોજદારી દંડ કરી શકાતો નથી.
સોમવારે ડોવરમાં બોર્ડર ફોર્સ અને આરએનએલઆઈ દ્વારા ત્રણ બોટમાં 100 થી વધુ લોકોને કિનારે લાવવામાં આવ્યા હતા. ગયા વર્ષે ડીલ થયુ હોવા છતાં હજુ સુધી એક પણ માઇગ્રન્ટને રવાંડા મોકલવામાં આવ્યો નથી અને ભારે વિરોધ બાદ તે યોજના હાલમાં રોકી દેવામાં આવી છે. 1,500 ઇલીગલ માઇગ્રન્ટ્સને મોકલવા માટે સરકારે ગયા વર્ષે ફ્લાઈટ્સ પર £12.7 મિલિયન ખર્ચ્યા હતા. 25 ટકા ફ્લાઇટ્સ 20 કે તેથી ઓછા મુસાફરો સાથે ઉડી હતી. 2022માં હોમ ઑફિસ દ્વારા 62 ફ્લાઇટ્સ ચાર્ટર્ડ કરાઇ હતી જે દરેક ફ્લાઇટ્સનો ખર્ચો સરેરાશ £205,000નો હતો.