યુકેમાં ઇશ નિંદાના કથિત કૃત્યોના પ્રતિભાવો પહેલા કરતા વધુ સંગઠિત છે અને તેમાં સામેલ કેટલાક સૌથી અગ્રણી અવાજો પાકિસ્તાનમાંના હિંસક ન્ટી- બ્લેસ્ફેમી ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલા છે, એમ બ્રિટિશ સરકારના કમિશન ફોર કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમના સ્વતંત્ર અહેવાલ, ‘અન્ડરસ્ટેન્ડીંગ એન્ડ રીસ્પોન્ડીંગ ટૂ બ્લેસ્ફેમી એક્સ્ટ્રીમિઝમ ઇન ધ યુકે’માં જાણવા મળ્યું છે.

સોમવારે બહાર પાડવામાં આવેલ અહેવાલમાં પાકિસ્તાનના ઉગ્રવાદી એન્ટી-બ્લેસ્ફેમી રાજકીય પક્ષ, તેહરીક-એ-લબ્બેકની પાંખના યુકેમાં વધતા પ્રભાવ – ઉદભવનો ઉલ્લેખ કરાયો છે.

“યુકેમાં ઇશ નિંદા સંબંધિત ઘટનાઓમાં ભારે સાંપ્રદાયિકતા, ધાકધમકી અને હિંસાની ધમકીઓ સામેલ છે, તાજેતરના વર્ષોમાં આ વર્તનમાં વધારો થયો છે. આ દરેક ઘટનાઓ યુકેમાં ઇશ નિંદા વિરોધી કાર્યકરો દ્વારા કરાઇ હતી. જેમાંથી કેટલાક લોકો પાકિસ્તાનના એન્ટી-બ્લેસ્ફેમી ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલા છે.”

આ અહેવાલ ખાસ કરીને ત્રણ મુખ્ય “ફ્લેશપોઇન્ટ્સ” પ્રકાશિત કરે છે જે મોટે ભાગે નોર્ધર્ન ઇંગ્લેન્ડમાં બન્યા હતા. તેમાં 2021માં બેટલીની એક શાળામાં શિક્ષક સામેના વિરોધનો સમાવેશ થાય છે જેમણે કથિત રીતે વિદ્યાર્થીઓને પ્રોફેટનું ચિત્ર બતાવ્યું હતું. તે પછી 2022માં કહેવાતી શિયા-પ્રભાવિત ફિલ્મ ‘લેડી ઑફ હેવન’ના સ્ક્રીનિંગ સામે વિરોધ કરાયો હતો અને ગયા વર્ષે ‘કુરાન’ ની નકલનો કથિત અનાદર કરવા બદલ વેકફિલ્ડમાં સ્કૂલબોય સામે વિરોધ કરાયો હતો.

આ ત્રણ ઘટનાઓ સાથે જોડાયેલા કોઈપણ કાર્યકર્તાએ યુકેમાં હિંસા માટે હાકલ કરી ન હતી. જો કે, તેમના પ્રવચનોમાં પાકિસ્તાનના એન્ટી-બ્લેસ્ફેમી ઉગ્રવાદીઓ માટે સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું જે તેમના પ્રેક્ષકોને કટ્ટરપંથી બનાવવાની ક્ષમતા ધરાવે છે એમ અહેવાલ દર્શાવે છે.

યુકેમાં ઇશ નિંદા માટે અહમદિયા મુસ્લિમ સમુદાય અને બિન-મુસ્લિમો પર જોખમ રહેલું છે. 2020માં મૃત્યુ પામ્યા તે પહેલાં, TLPના સ્થાપક ખાદિમ રિઝવીએ ઇશ નિંદા કરનારા આરોપીઓ વિરુદ્ધ જાગ્રત હિંસા અને હત્યા કરવા ઉત્તેજન આપવાનો લાંબો રેકોર્ડ હતો. જે યુકે માટે ચિંતાજનક સંકેતો દર્શાવે છે. તેમના મરણ બાદ TLP-UK દ્વારા રિઝવીની યાદમાં અને ઇસ્લામ વિરુદ્ધની નિંદાને હિંસક રીતે દૂર કરવાના તેમના કાર્યની ઉજવણી માટે દેશમાં ત્રણ વાર્ષિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

LEAVE A REPLY