યુકે સરકાર સપ્લાય ચેઇનને બચાવવા માટે બિજનેસીસ સાથે ભાગીદારી કરી £6.85 મિલિયનનો કાર્યક્રમ લોંચ કરનાર છે. આ યોજના અંતર્ગત કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન વિકાસશીલ દેશોના લગભગ એક મિલિયન કામદારોને મદદ કરાશે જેને કારણે યુકેના કેટલાક પ્રિય ઉત્પાદનોને હાઇ સ્ટ્રીટની શેલ્ફ પર રાખવામાં મદદ મળશે. આ પ્રોગ્રામમાં વિકાસશીલ દેશોના કામદારો અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે.
યુકે સરકાર માર્કસ અને સ્પેન્સર, સેઇન્સબરી, ટેસ્કો, મોરિસન્સ, કો-ઑપ અને વેઈટ્રોઝ સહિતના હાઇ સ્ટ્રીટ બિઝનેસીસને મદદ કરવા તા. 14 ઓગસ્ટથી એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે.
ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટકી એની-મેરી ટ્રેવેલિયન દ્વારા જાહેર કરાયેલા આ નવા ભંડોળમાં સંવેદનશીલ કામદારોને તેમની સપ્લાય ચેઇનમાં સલામત અને સુરક્ષિત રોજગારમાં રાખવા માટે યુકેના બિઝનેસીસના રોકાણનો સમાવેશ થાય છે.
યુકે તેના 20% ખોરાક અને પીણાની આયાત વિકાસશીલ દેશોમાંથી કરે છે. નવી વલ્નરેબલ સપ્લાઇ ચેઇન્સ સુવિધા યુકેની હાઇ સ્ટ્રીટમાં શાકભાજી, કોફી અને કપડા જેવા ઉત્પાદનોનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.