ડાબેથી ધીરેન કટવા, ડૉ. ઓલુવાટોલા, પ્રોફેસર કીકાફુંડા, યુકે સ્થિત યુગાન્ડન હાઇ કમિશ્નર નિમિષા માધવાણી અને પ્રોફેસર વેન ડી નૂર્ટ

પ્રેરણાદાયી રાજદ્વારી, એકેડેમિક અને વતન યુગાન્ડામાં ગરીબી અને બાળપણના કુપોષણને ઘટાડવાના કાર્યો માટે જાણીતા પ્રોફેસર જોયસ કાકુરામાત્સી કીકાફુન્ડાને યુનિવર્સિટી ઓફ રીડિંગ તરફથી વિશેષ સમારોહમાં ડોક્ટર ઓફ સાયન્સની માનદ ડિગ્રી એનાયત કરાઇ છે.

1989માં યુગાન્ડાના પ્રથમ ખાદ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપનાની આગેવાની કરનાર પ્રોફેસર કિકાફુંડાએ પ્રતિષ્ઠિત મેકેરેર યુનિવર્સિટીમાંથી 1976માં કૃષિમાં બીએસસી સાથે પ્રથમ વર્ગના સ્નાતક થયા હતા. કેનેડામાં વધુ અભ્યાસ બાદ તેમણે યુનિવર્સિટી ઓફ રીડિંગમાં ફૂડ સાયન્સ અને ન્યુટ્રિશનમાં પીએચડી પૂર્ણ કર્યું હતું.

તેમનું સંશોધન મુખ્યત્વે યુગાન્ડાના ગ્રામીણ વિસ્તારોમાં બાળપણના કુપોષણ માટેના જોખમી પરિબળો પર કેન્દ્રિત હતું. તેમણે શોધ્યું હતું કે દૂધ છોડાવવાની નબળી પદ્ધતિઓ દેશમાં બાળપણના પોષણમાં મોટાભાગે ફાળો આપી રહી છે.

પ્રો. જોયસ 2013-2016ની વચ્ચે યુકેમાં અને 2017-2022 સુધી ઓસ્ટ્રેલિયામાં હાઈ કમિશનર હતા અને હાલમાં તેઓ ભારતમાં હાઈ કમિશનર છે. યુગાન્ડામાં ઘણી વખત તેમને ‘ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનની માતા’ તરીકે વર્ણવવામાં આવે છે.

LEAVE A REPLY