પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ગુરુવારે યુએફઓ પર આધારિત તેનો બહુપ્રતિક્ષિત રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં નાસાએ જણાવ્યું છે કે યુએફઓ આપણા ગ્રહના સૌથી મોટા રહસ્યોમા પૈકીનું એક છે, પરંતુ તેના અભ્યાસ માટે આધુનિક સેટલાઇટ સહિતની નવી વૈજ્ઞાનિક ટેકનિક તથા અજાણી ઉડતી વસ્તુઓ અંગેની હાલની માન્યતામાં પરિવર્તન લાવવાની જરૂરી છે. સ્પેસ એજન્સીએ યુએફઓ પર એક વર્ષ સુધી ચાલેલા અભ્યાસ બાદ તારણો બહાર પાડ્યા હતા.

તેના 33 પાનાના અહેવાલમાં NASASએ નિયુક્ત એક સ્વતંત્ર ટીમે ચેતવણી આપી હતી કે UFO અંગેની નકારાત્મક માન્યતા ડેટા એકત્ર કરવામાં અવરોધ ઊભો કરે છે. પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે નાસાની સામેલગીરીથી UAPs અથવા અજ્ઞાત અસામાન્ય ઘટનાઓ સંબંધિત  કલંકને ઘટાડવામાં મદદ મળશે.

16 સભ્યોની ટીમના અહેવાલમાં જણાવાયું છે કે હાલના તબક્કે એ નિષ્કર્ષ પર આવવાનું કોઈ કારણ નથી કે હાલના UAP અહેવાલોમાં પરગ્રહવાસી સ્ત્રોત છે. યુએફઓ સહિતની દુર્લભ ઘટનાઓને ઓળખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આવશ્યક છે. નાસા આ પાસાઓમાં તેના વિશ્વ-અગ્રણી અનુભવ સાથે મહત્ત્વની ભૂમિકા ભજવવાની યોગ્ય સ્થિતિમાં છે.

આ વર્ષની શરૂઆતમાં એકમાત્ર જાહેર સભામાં અવકાશ એજન્સીએ નિયુક્ત કરેલી સ્વતંત્ર ટીમે ભારપૂર્વક જણાવ્યું હતું કે UFOs સાથે સંકળાયેલા બહારની દુનિયાના જીવન અંગે કોઈ નિર્ણાયક પુરાવા નથી.

આ ટીમમાં સામેલ વૈજ્ઞાનિકો, ઉડ્ડયન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિષ્ણાતો અને નિવૃત્ત નાસા અવકાશયાત્રી સ્કોટ કેલીએ ટોચની ગુપ્ત ફાઇલોનો અભ્યાસ કર્યો નથી, પરંતુ આકાશમાં ન સમજાય તેવા દૃશ્યોને વધુ સારી રીતે સમજવાના પ્રયાસમાં અનક્લાસિફાઇડ ડેટા પર આધાર રાખ્યો હતો.

નાસાએ કહ્યું હતું કે કે ઉચ્ચ-ગુણવત્તાવાળા અવલોકનો એટલા ઓછા છે કે કોઈ વૈજ્ઞાનિક નિષ્કર્ષ કાઢી શકાય નહીં. આ અભ્યાસ એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો અને તેની પાછળ આશરે એક લાખ ડોલરનો ખર્ચ થયો હતો.

 

 

LEAVE A REPLY