ભાજપે રવિવારે લોકસભા ચૂંટણી માટે તેનો બહુપ્રતીક્ષિત ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તેમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વચનો આપવામાં આવ્યો છે. સત્તારૂઢ પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને ‘વન નેશન, વન પોલ’ પર વિશેષ ભાર આપ્યો છે.
UCC એટલે સમાન નાગરિક સંહિતા તેમાં લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક, ભરણપોષણ વગેરે જેવી બાબતોમાં તમામ ધર્મો માટે એક કાયદા ઘડવાનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે વચન આપ્યું હતું કે જો તે ત્રીજી ટર્મ જીતશે તો રોજગારીનું સર્જન કરશે, માળખાકીય સુવિધાઓને વેગ આપશે અને કલ્યાણ કાર્યક્રમોનો વિસ્તાર કરશે.
સ્ટેજ પર બીઆર આંબેડકર અને બંધારણની પ્રતિમા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના વડા જેપી નડ્ડાએ દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં પાર્ટીનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો.
વડા પ્રધાને જણાવ્યું હતું કે મેનિફેસ્ટો વિક્સિત ભારતના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ચાર સ્થંભમાં મહિલા શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબોનો સમાવેશ થાય છે. તે “જીવનની ગરિમા” અને “જીવનની ગુણવત્તા”, તકની માત્રા તેમજ તકની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકાર તમામ ઘરોમાં પાઈપ ગેસ પહોંચાડવા અને સૌર ઉર્જા દ્વારા મફત વીજળી પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
પાર્ટીએ આપેલા વચનો મુજબ મફત રાશન યોજના 5 વર્ષ સુધી લંબાવવામાં આવશે. આયુષ્માન ભારત યોજના અને પીએમ આવાસ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને દરેક ઘર સુધી પીવાના પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે. ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની રોકડ સહાય જારી રહેશે.
મીડિયાને સંબોધતા જેપી નડ્ડાએ પુનરોચ્ચાર કર્યો હતો કે ‘મોદી કી ગેરંટી’ – ભાજપનું મુખ્ય ચૂંટણી સૂત્ર રહેશે. મોદીની ગેરંટીથી તમામ ગેરંટી પૂર્ણ થશે