ટોની બ્લેરની સૌથી મોટી મહત્વાકાંક્ષા એ હતી કે દેશના અડધા ભાગના યુવાનો યુનિવર્સિટીમાં ભણી શકે. તે સિદ્ધિ મેળવવામાં તેમના અનુગામી એટલે કે પુત્ર યુઅન બ્લેરને તેના ઉદ્યોગસાહસિક પ્રયત્નોને લીધે મળી શકે તેમ છે, પણ બીજી રીતે, એપ્રેન્ટીસશીપ દ્વારા.
37 વર્ષના યુઆન બ્લેરે જાહેરાત કરી હતી કે તેનું એજ્યુકેશન સ્ટાર્ટઅપ જે લોકોને યુનિવર્સિટીને બદલે એપ્રેન્ટિસશીપ તરફ દોરે છે તેનું મૂલ્ય £147 મિલિયન થયું છે. મલ્ટિવર્સને ગૂગલ વેન્ચર્સ અને માઇક્રોસૉફ્ટના અધ્યક્ષ જ્હોન ડબલ્યુ થોમ્પસનનો સાથ છે. અગ્રણી એમ્પ્લોયરોને એપ્રેન્ટિસશીપ કરવા માંગતા યુવાનો પૂરા પાડતી યુઅનની કંપનીને £32 મિલિયનનું ભંડોળ જનરલ કેટાલિસ્ટ દ્વારા મળ્યું છે.
વર્ષ 2016માં આ બિઝનેસની સહ-સ્થાપના કરનાર યુઆન પહેલેથી જ ગુગલ, ફેસબુક, બીપી, માઇક્રોસૉફ્ટ અને મોર્ગન સ્ટેનલી સહિતના એમ્પ્લોયર સાથે કામ કરે છે અને તેની કંપનીમાં 100,000થી વધુ લોકોએ વિવિધ રોલ માટે અરજી કરી છે.
યુઅનના પિતા ટોની બ્લેર 1997થી 2007 સુધી વડા પ્રધાન હતા. યુઅનને 16 વર્ષની ઉંમરે લેસ્ટર સ્ક્વેરમાં પોલીસ નશો કરેલી હાલતમાં પકડવામાં આવ્યો હતો અને તેને રાત જેલમાં કાપવી પડી હતી. જો કે તેને ચાર્જ વિના મુક્ત કરાયો હતો.