Dollar plunges sharply Asian economies in trouble
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ફાઈઝરના એક ભૂતપૂર્વ કર્મચારી સહિત ભારતીય મૂળના બે વ્યક્તિ સામે ગુરુવારે ફેડરલ સત્તાવાળાઓએ ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યાં હતા. બંનેએ ફાઇઝરની એક કોરોના મેડિસિનના ટ્રાયલના રિઝલ્ટ અંગેની ગુપ્ત માહિતીને આધારે ટ્રેડિંગ કરીને ગેરકાયદે નફો મેળવ્યો હતો.

યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ફાઈઝરના ભૂતપૂર્વ કર્મચારી અમિત ડાગર તથા તેના નજીકના મિત્ર અને બિઝનેસ પાર્ટનર અતુલ ભીવાપુરકર સામે આરોપ મૂક્યાં હતા. આરોપ મુજબ ઇન્સાઇડર ટ્રેડિંગથી ડાગર અને ભીવાપુરકરને અનુક્રમે આશરે $214,395 અને $60,300નો ગેરકાયદેસર નફો થયો હતો, આમ આ બંને એક દિવસમાં 2,458 ટકા અને 791 ટકાનું જંગી વળતર મળ્યું હતું.

આની સાથે જ થયેલી કાર્યવાહીમાં ન્યુ યોર્કના સધર્ન ડિસ્ટ્રીકની એટર્ની ઓફિસે પણ બંને સામે ફોજદારી આરોપોની જાહેરાત કરી હતી. ન્યૂજર્સની હિલ્સબરોના 44 વર્ષની ડાગરની ગુરુવારે ધરપકડ થઈ હતી અને તેની સામે સિક્યોરિટી ફ્રોડના ચાર આરોપ મૂકાયાં હતાં. દરેક આરોપમાં મહત્તમ 20 વર્ષની જેલસજા થઈ શકે છે.

કેલિફોર્નિયાના મિલપિટાસમાં રહેતાં 45 વર્ષીય અતુલ ભીવાપુરકરની પણ ગુરુવારે ધરપકડ થઈ હતી. તેની સામે સિક્યોરિટી ફ્રોડના બે અને સિક્યોરિટી ફ્રોડના ષડયંત્રનો એક આરોપ મૂકાયો હતો. સત્તાવાળાના જણાવ્યા અનુસારે ડાગર અને અતુલ ભીવાપુરકરે નવેમ્બર 2021માં કોરોનાની સારવાર માટેની પેક્સલોવિડ નામની દવાના ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્ટ અંગેની ગુપ્ત માહિતીને આધારે ઓપ્શન ટ્રેડિંગ કર્યું હતું. આ દવાનું પરીક્ષણ જુલાઈ 2021માં ચાલુ થયું હતું અને તે સમયે ડાગર ફાઇઝરમાં સિનિયર સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ હેડ હતો. 5 નવેમ્બર 2021ના રોજ ફાયઝરે દવાના પરીક્ષણમાં તેને સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી. આ પછી ફાઇઝરના શેરમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો, જે 2009 પછી શેરમાં એક દિવસમાં થયેલો સૌથી મોટો વધારો હતો.

LEAVE A REPLY