અમેરિકાના મિસૌરીમાં બે ભારતીય વિદ્યાર્થીઓનું થેંક્સગિવિંગ વીકેન્ડ દરમિયાન ઓઝાર્ક્સ તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.
મિસૌરી સ્ટેટ હાઇવે પેટ્રોલે મૃતક વિદ્યાર્થીઓની ઓળખ 24 વર્ષના ઉથેજ કુંટા અને 25 વર્ષના શિવ કેલ્લિગરી તરીકે કરી છે. આ વિદ્યાર્થીઓની ડૂબવાની ઘટના શનિવારે (26 નવેમ્બર) બની હતી.
તેલંગણના પ્રધાન કે. ટી. રામારાવે ટ્વીટર પર જણાવ્યું હતું કે, તેમણે પોતાની ટીમને બંને મૃતદેહો ઝડપથી વતન લાવવા પીડિત પરિવારનો મદદ કરવા કહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, ઉથેજ કુંટા તરવા માટે તળાવમાં ઉતર્યો હતો ત્યારે તે કિનારે પરત આવી શક્યો નહોતો. તેથી તેને બચાવવા તેનો મિત્ર કેલ્લિગરી તળાવમાં કુદ્યો હતો પરંતુ તે પણ બહાર આવી શક્યો નહોતો.