Five teenagers died after drowning in Botad's Krishnasagar lake
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ શનિવારે મનરો લેકમાં તરવા જતાં જ ડૂબી ગયાં હતાં. પાણીમાંથી તેમની બોડીને બહાર કાઢવા માટે સોમવાર સુધી શોધખોળના પ્રયાસ ચાલુ રહ્યાં હતા. સત્તાવાળાએ તેમની બોડીને શોધવા સ્કૂબા ડાઈવર્સનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ સોમવાર સુધી કોઇ સફળતા મળી ન હતી.

પ્રાથમિક રીપોર્ટ મુજબ ઓહાયોના રહેવાસી આર્યન વૈદ્ય (20) અને અમદાવાદના સિદ્ધાંત શાહ (19) લોકમાં બોટ રાઈડ પર ગયા હતા. સિદ્ધાંત શાહનો પરિવાર અમદાવાદનો છે અને તે એક જાણીતા બિલ્ડરના પુત્ર છે.

તેઓ તેમના મિત્રો સાથે મનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે બોટ રોકીને એન્કર પાણીમાં નાંખ્યું હતું અને પોતે પણ પાણીમાં તરવા માટે ગયા હતાં ત્યારે બંને જણા ડૂબ્યા હતાં. ઈન્ડિયાના યુનિવર્સિટીએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનાથી અમે ખૂબજ દુઃખી છીએ. બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં. યુનિવર્સિટીએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરનાર તમામ એજન્સીઓની પ્રશંસા કરી હતી.

મનરે કાઉન્ટી શેરીફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જેફ બ્રાઉને દાવો કર્યો હતો કે, આ ઘટના બની ત્યારે વિદ્યાર્થીઓ ડબલ ડેકર પાર્ટી રેન્ટલ બોટ પર હતાં. આ બોટમાંથી આલ્કોહોલ પણ મળી આવ્યો છે. તંત્રએ એવો પણ દાવો કર્યો હતો કે, બોટમાં સવાર વિદ્યાર્થીઓએ લાઈફ વેસ્ટ પણ નહોતું પહેર્યું. રેસ્ક્યૂ યુનિટે સ્કૂબા ડાઈવર્સનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સર્ચ કરનાર અધિકારીઓએ કહ્યું હતું કે, બંને વિદ્યાર્થીઓ સ્વીમીંગ કરવા ગયા અને કોઈએ તેમને જોયા પણ નહીં. લેકની આસપાસ હવામાન પ્રતિકૂળ હોવાથી પવન, ઠંડી અને વરસાદને કારણે પાણીમાં શોધખોળ કામગીરી મુશ્કેલ બની હતી.

LEAVE A REPLY