ગુજરાત સુરત અને કચ્છમાં શનિવારે ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. સુરતમાં મોડી રાત્રે અંદાજે 1 કલાકની આસપાસ 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જ્યારે બપોરે બપોરે 1.51 વાગ્યે કચ્છના દૂધઈ ખાતે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપનો આંચકા શહેરીજનોએ અનુભવ્યો હોવાથી તેમનામાં ભયનો માહોલ ફેલાયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 25 કિલોમીટર દૂર રણ ઓફ કચ્છ લેક નજીક નોંધાયું હતું. કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ભૂકંપના આંચકા નોંધાઇ હોવાથી લોકોમાં 2001ના વિનાશક ભૂકંપની યાદો તાજી થઇ ગઇ હતી. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. જોકે, ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી.