યુકેના પાટનગર લંડનમાં મેયરની ચૂંટણી માર્ચ મહિનામાં યોજાશે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના બે બિઝનેસમેન પણ ઝંપલાવશે અને વર્તમાન મેયર સાદિક ખાનને પડકારશે. આ બંને બિઝનેસમેન સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. 63 વર્ષીય તરુણ ગુલાટીએ આ ચૂંટણી માટે પોતાના પ્રચાર અભિયાનનો આરંભ ગત વર્ષે ભારતની મુલાકાત દરમિયાન કર્યો હતો. જ્યારે 62 વર્ષીય પ્રોપર્ટી બિઝનેસમેન શ્યામ બત્રા પણ મેયરપદની ચૂંટણી લડશે.

ગુલાટીએ મેયરની ચૂંટણીમાં સૂત્ર આપ્યું છે – ‘વિશ્વાસ અને વિકાસ.’ દિલ્હીમાં જન્મેલા ગુલાટીએ કહ્યું હતું કે, વર્તમાન મેયરે મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે. મને લોકો તરફથી વિચારો અને સૂચનો મળે છે, એ અનુરુપ હું કાર્ય કરી રહ્યો છું. હું લંડનને તમામ માટે સુરક્ષિત બનાવવા ઈચ્છું છું. જ્યારે શ્યામ બત્રાનું કહે છે કે, તેઓ શહેરની વર્તમાન સ્થિતિ અંગે ચિંતિત છે. તેઓ માને છે કે વર્તમાન મુશ્કેલીઓમાંથી શહેરને બહાર કાઢવામાં સફળ થશે.

LEAVE A REPLY