અમેરિકામાં પ્રથમ હિન્દુ મહિલા સાંસદ તુલસી ગેબાર્ડે ડેમોક્રેટિક પાર્ટી છોડી દેવાની જાહેરાત કરી છે તુલસી ગેબાર્ડે સત્તાધારી પાર્ટીની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે પાર્ટીમાં નેતાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. ભારતમાં ભાજપ અને આરએસએસ સાથે કથિત રીતે ગાઢ સંબંધ ધરાવતા તુલસી ગેબાર્ડે આક્ષેપ કર્યો હતો કે પક્ષ કેટલાક નેતાઓના અંકુશમાં કામ કરી રહી છે. ડેમોક્રેટિક પાર્ટી રાજકીય ફાયદો-નુકસાન જોતી પાર્ટી બની ગઈ છે. એક એલીટ ક્લબ જેવી પાર્ટી માટે કામ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે પ્રેસિડન્ટ જો બાઈડેનની વિદેશ નીતિની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે તેમણે દેશને ભાગલાવાદી સ્થિતિમાં લાવી દીધો છે.
તેમણે “ધર્મ અને આધ્યાત્મિકતાના લોકો માટે પ્રતિકૂળ” હોવા માટે પક્ષની નિંદા કરી હતી.બાઈડેને વિદેશનીતિમાં ઢીલ મૂકીને દેશને વિચિત્ર સ્થિતિમાં મૂકી દીધો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં અસંખ્ય લોકો હિંસામાં હોમાયા છે, જ્યારે સરકાર એક શક્તિશાળી વર્ગની કઠપુતળી બનીને રહી ગઈ છે.
તેમણે પોતાના સહયોગી નેતાઓને પણ પોતાના પગલે આ પાર્ટી છોડી દેવાનો અનરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓ દ્વારા ચાલતી આ પાર્ટીમાં ભેદભાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જો તમને પણ આ સ્થિતિ ન ગમતી હોય તો મારી જેમ પાર્ટી છોડી દેવી હિતાવહ છે.
તુલસી ગેબાર્ડ ૨૦૧માં હવાઈથી સાંસદ બન્યાં હતાં. એ સાથે જ અમેરિકામાં સાંસદ બનેલા એ પ્રથમ હિંદુ મહિલા હતા. એ પછી હવાઈથી તુલસી સતત ચાર વખત ચૂંટાઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટી વતી તેમણે પ્રેસિડન્ટની ઉમેદવારી માટે પાર્ટીની આંતરિક ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું હતું
યુ.એસ. કોંગ્રેસમાં ભારતીય અને હિંદુ મૂળના ચાર સાંસદ હોવા છતાં, ગેબાર્ડે પ્રથમ “હિન્દુ-અમેરિકન” હાઉસ રિપ્રેઝન્ટેટિવ હોવાનો દાવો કરે છે, કારણ કે તેઓ ગૌડિયા વૈષ્ણવ ધર્મનું પાલન કરે છે.
તેઓ ભગવદ ગીતાને આધ્યાત્મિક ગાઇડ માને છે અને તેમણે ગીતાના નામેને 2013માં હોદ્દાના શપથ લીધા હતા. આ ગીતા તેમણે 2014માં યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપી હતી. 2015 માં હવાઈમાં તેના લગ્ન સમારંભમાં આરએસએસ-ભાજપના ટોચના નેતા રામ માધવે હાજરી આપી હતી. ડેમોક્રેટિક સાંસદ હોવા તેમણે તત્કાલીન પ્રેસિડન્ટ બરાક ઓબામાની કથિત રીતે કટ્ટરપંથી ઇસ્લામ પ્રત્યે નરમ હોવા બદલ ટીકા કરી હતી.