જાપાનમાં સોમવાર, 1 જાન્યુઆરીએ 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને પગલે સુનામી વોર્નિંગ જારી કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ દરિયાકાઠાના વિસ્તારના લોકોને ઉચ્ચ પ્રદેશમાં પર જવા માટે તાકીદ કરી હતી.
હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે, ભૂકંપના કેન્દ્રબિંદથી જાપાનના દરિયાકાંઠાના વિસ્તારમાં 300 કિમી (190 માઇલ) સુધી સુનામીના જોખમી મોજાની શક્યતા છે. ઇશિકાવા પ્રીફેક્ચરમાં વાજિમા શહેરમાં 1.2 મીટરની સુનામીને આવી હતી. તે જ પ્રદેશમાં નોટોમાં પાંચ મીટરની સુનામી આવવાની ધારણા હતી
નોટો રિજનમાં એકપછી એક ઝડપથી ભૂકંપના આંચકા આવ્યા હતા. સ્થાનિક સમય મુજબ 4.06 કલાકે 5.7નો ભૂકંપ આવ્યો હતો. આ પછી 7.6, 6.1, અને 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું કે તરત જ 6.2ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ આવ્યો.