બ્રિટિશ પાકિસ્તાની પુરુષોની ગૃમીંગ ગેંગમાં સંડોવણી અંગે યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું છે કે ‘સત્ય’ના પુનરોચ્ચારને જાતિવાદી તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં.
‘ધ સ્પેક્ટેટર’ મેગેઝિન માટેના એક લેખમાં, ભારતીય મૂળના કેબિનેટ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગ્રુમિંગ ગેંગ કૌભાંડને ઢાંકવામાં વંશીયતાએ ભજવેલી ભૂમિકાને સ્વીકારવી જરૂરી છે. વિપક્ષી લેબર પાર્ટી પર નિશાન સાધતા, બ્રેવરમેને કહ્યું હતું કે આવા કૌભાંડો પાછળના લોકોની વંશીયતા જેવા “અનફેશનેબલ તથ્યો”નો “ફેશનેબલ ફિકશન” દ્વારા સામનો કરવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે “જો આપણે ગ્રુમિંગ ગેંગ કૌભાંડના અન્યાયનો હલ લાવવા માંગતા હોઇએ તો તેને ઢાંકવામાં વંશીયતાએ ભજવેલી ભૂમિકાનો આપણે સ્વીકાર કરવાની તૈયારી રાખવી જોઇએ. રોધરહામ, ટેલફર્ડ અને રોશડેલ જેવા નગરોમાં સગીર વયની બાળાઓ પર બળાત્કાર કરનારા મોટા ભાગના ગુનેગારો બ્રિટિશ પાકિસ્તાની હતા. પરંતુ તેનો અર્થ એ નથી કે મોટાભાગના બ્રિટિશ પાકિસ્તાનીઓ જાતીય શોષણના ગુનેગારો છે. સત્ય એ છે કે સત્તાધિકારીઓએ આ મુદ્દાનો સામનો કરવામાં અનિચ્છા બનાવી હતી.’’
તેમણે કરેલા હસ્તક્ષેપથી બ્રિટિશ પાકિસ્તાની સમુદાયમાં રોષ ફેલાયો હતો અને લોકોએ પોતાને કન્ઝર્વેટિવ્સથી દૂર કર્યા હતા. ગયા અઠવાડિયે, બ્રિટિશ પાકિસ્તાની ફાઉન્ડેશન (BPF) અને અન્ય સંગઠનોએ વડા પ્રધાન ઋષિ સુનકને શબ્દો પાછા ખેંચવા પત્ર લખ્યો હતો.