યુનિવર્સિટીમાં વંશ કે જાતિને આધારે એડમિશન પર પ્રતિબંધ મૂકતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડને આવકાર્યો હતો અને તેને “અમેરિકા માટે એક મહાન દિવસ” ગણાવ્યો હતો. વ્હાઇટ હાઉસમાં બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર દાવો કર્યો હતો કે આ તે ચુકાદો છે જેની દરેક રાહ જોઈ રહ્યાં હતાં અને આશા રાખતાં હતાં અને પરિણામ અદભૂત આવ્યું છે. તેનાથી આપણે બાકીના વિશ્વ સાથે આપણી સ્પર્ધાત્મકતા જાળવી શકીશું. આપણે મેરિટ આધારિત સિસ્ટમમાં પરત આવીશું અને તેવું જ થવું જોઇએ.