અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સુંદરતાના વખાણ કરતાં જણાવ્યું હતું કે, તેમનો દેખાવ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ કરતાં ઘણો સારો છે. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી સભામાં ટ્રમ્પે કહ્યું, ‘હું તેમના કરતાં ઘણો સારો દેખાવ છું. મને લાગે છે કે હું કમલા કરતાં વધુ સારી દેખાતી વ્યક્તિ છું.” એવું માનવામાં આવે છે કે ટ્રમ્પની ટિપ્પણી વોલ સ્ટ્રીટ જર્નલ અખબારમાં એક કોલમમાં પ્રકાશિત ટિપ્પણીથી પ્રેરિત છે, જેમાં કમલા હેરિસને સુંદર દર્શાવવામાં આવ્યા હતા. પેગી નૂનએ વોલ સ્ટ્રીટમાં લખેલા એક આર્ટીકલમાં હેરિસની પ્રશંસા કરી હતી. પેગીએ હેરિસ વિશે લખ્યું હતુ કે, ‘તમે તેની ખરાબ તસવીર ન લઈ શકો. તેની સુંદરતા અને સામાજિક હૂંફથી એક ચમક પેદા થાય છે. ટ્રમ્પે છેલ્લા ત્રણ અઠવાડિયામાં હેરિસ વિરુદ્ધ અનેક અંગત ટિપ્પણીઓ કરી હતી. ટ્રમ્પે હેરિસની વંશીયતા પર સવાલ ઉઠાવ્યા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments