અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં પરાજય થયો હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા માટે તૈયાર નથી. તેમણે ટ્વીટ કરીને દાવો કર્યો છે. કે તેઓ ચૂંટણી જીતી ગયા છે.
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે તેમની હાર થઇ છે, પરંતુ તેમણે ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પે પેન્સિલ્વેનિયા, નેવાડા, મિશિગન, જ્યોર્જિયા અને એરિઝોના સહિત કેટલાંક રાજ્યમાં પરિણામોને પડકાર્યાં છે. ટ્રમ્પે વિસ્કોન્સિનમાં ફરી મતગણતરીની માગ કરી છે. ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યું હતું કે બિડેન ફક્ત ફેક ન્યુઝ મીડિયાની નજરમાં ચૂંટણી જીતી ગયા છે. હું કોઇની સામે નમતું જોખીશ નહીં. અમારા પ્રયાસો ચાલું રહેશે. આ ચૂંટણી હેરાફેરાવાળી હતી અમે જીતીશું.