અમેરિકાના નાગરિકોને મતદાન કરવાની અપીલ અંગે ‘ટાઇમ’ દ્વારા બનાવવામાં આવેલા 100 વીડિયોમાં ડચેઝ ઓફ સસેક્સ મેઘન મર્કેલ અને પ્રિન્સ હેરીએ ભાગ લીધા પછી બુધવારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મર્કેલને આડે હાથ લીધા હતા. વીડિયો અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું તેમનો (મર્કેલ) ચાહક નથી, હું પ્રિન્સ હેરીને શુભેચ્છા આપવા ઇચ્છું છું, તેમને એની ખૂબજ જરૂર પડશે. અમેરિકન મૂળનાં મેઘને આ વીડિયોમાં ચાર વર્ષે આવતી ચૂંટણીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘જ્યારે આપણે મતદાન કરીએ છીએ, તો આપણા મૂલ્યો પર અમલ થાય છે અને અમારો અવાજ સાંભળવામાં આવે છે.’ પ્રિન્સ હેરીએ અમેરિકન્સને ‘અસભ્ય ભાષા, ખોટી માહિતી અને ઓનલાઇન નકારાત્મકતાનો અસ્વીકાર કરવાનો અપીલ કરી હતી.’
મેઘન અને હેરીમાંથી કોઇએ પણ ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટપદના ઉમેદવાર જો બિડેનનું નામ લીધું નથી પરંતુ કેટલાક લોકોને એવો અંદાજ છે કે, તેઓ પોતાના નિવેદનથી ટ્રમ્પને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં આ વીડિયો બાબતે પ્રશ્ન પૂછાતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું તેમનો ચાહક નથી, તેમણે (મેઘને) આ સાંભળ્યું પણ હશે. પરંતુ હું હેરીને મારી શુભેચ્છા આપવાનું ઇચ્છીશ. તેમને તેમની જરૂર પડશે,