અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં એક ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હાલ પુરતું ટ્રમ્પ તેમની નાણાકીય વિગતોને ગુપ્ત રાખી શકે છે. આમ ટ્રમ્પના બેન્કના રેકોર્ડ અને અન્ય બાબતો જાહેર પ્રજાની નજરથી દૂર રહેશે. 7 વિરૂધ્ધ બે થી આ ચૂકાદો મેનહટ્ટનની જિલ્લા એટર્નીની ટ્રમ્પના ટેક્સ રિટર્નની માગને માન્ય રાખ્યો હતો. પરંતુ ટ્રમ્પની નાણાકીય વિગતોને જાહેર નહીં કરવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છેલ્લા એક વર્ષથી ટ્રમ્પની બેન્કની વિગતો માગી રહી હતી. પરંતુ ટ્રમ્પે તેમના નાણાકીય બાબતોને ખાનગી રાખવા કોર્ટમાં દાદ માગી હતી. જો કે ટ્રમ્પે આ ચૂકાદાને પોતાની રાજકીય જીત પણ માની નહતી. ‘સુપ્રીમ કોર્ટે કેસને નીચલી કોર્ટમાં પરત મોકલ્યો હતો. દલીલો ચાલુ રહેશે. આ એક રાજકીય પ્રક્રિયા છે’એમ ટ્રમ્પે કોર્ટના ચૂકાદા પછી ટ્વિટ કર્યું હતું.
ટ્રમ્પની વકીલની અને ન્યાય લિભાગની દલીલોને જજે ફગાવી દીધી હતી જેમાં તેમણે દલીલ કરી હતી કે પ્રમુખ સામે આવી તપાસ થઇ શકે નહીં. તેમને માફી મળેલી હતી. અથવા તો ફરીયાદીએ કોઇ ગંભીર વાત કહેવી જોઇએ કે જેથી રેકોર્ડ મેળવી શકાય. ગ્રાન્ડ જ્યુરીનો નિર્ણય ગોપનીય હોવાથી હવે ટ્રમ્પની નાણાકીય વિગતો જાહેર કરી શકાશે નહીં.