અમેરિકન કોંગ્રેસ બાદ હવે સેનેટમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, તમામ સભ્યોએ નિષ્પક્ષ થઇને દેશનાં 45માં પ્રમુખને હટાવવાનો નિર્ણય કર્યો છે, અમેરિકાનાં ઇતિહાસમાં આવું ત્રીજી વખત છે.
જ્યારે કોઇ પ્રમુખ પર મહાભિયોગ ચલાવવામાં આવી રહ્યો છે, આવું ત્રીજી વખત છે જ્યારે સેનેટ મહાભિયોગની અદાલતમાં પરિવર્તિત થઇ છે, સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધિશ જોન રોબર્ટશએ સાંસદોને નિષ્પક્ષતાની શપથ લેવડાવી હતી.
જ્યારે કાળાં કપડામાં સેનેટ પહોચેલા રોબર્ટએ પુછ્યું કે તમે તમામ અમેરિકન બંધારણ મુજબ નિષ્પક્ષતાની સાથે ન્યાયનો સાથ આપશો તો તમામે હાથ હલાવીને હુંકાર ભર્યો હતો. આ દરમિયાન 99 સાંસદ હાજર હતાં.જ્યારે એક ગેર હાજર રહ્યા હતાં.
સેનેટમાં આ પહેલા ટ્રમ્પ પર લગાવવામાં આવેલા સત્તાનાં દુરઉપયોગ અને કોંગ્રેસનાં કામમાં વિક્ષેપ પેદા કરવાનાં આરોપને વાંચવામાં આવ્યાં.બંને મહાભિયોગને કલમ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીવ તરફથી અને સેનેટમાં મોકલવાની પ્રક્રિયા ચલાવવાનાં આરોપ પર ચર્ચા શરૂ થશે.
બંને પક્ષો તરફથી તર્ક આપવામાં આવશે,સંસદની ઇન્ટેલિજન્ટકમીટીનાં અધ્યક્ષ સેનેટર એડમ સ્કિફ આ કેસનાં ફરીયાદી છે,મહાભિયોગની પ્રક્રિયા ચલાવવા માટે 7 મહાભિયોગ મેનેજરની નિમણુક કરવામાં આવી છે.
આ મેનેજર જ પ્રમુખ વિરૂધ્ધ મહાભિયોગ ચલાવશે. એડમ સ્કિફે ગુરૂવારે સેનેટમાં કહ્યું કે અમેરિકાનાં પ્રમુખની ઓફિસનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવી રહ્યો છે,તેથી બંધારણની શપથનું ઉલ્લંઘન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદનો દુરઉપયોગ કર્યો છે.
પ્રમુખ ટ્રમ્પે મહાભિયોગની પ્રક્રિયાની ફરીથી મજાક ઉજાવી છે. ટ્રમ્પે સેનેટમાં મહાભિયોગ પ્રક્રિયા શરૂ થવા પર ટ્વીટ કર્યું કે મારા પર એક ઉત્તમ કરવા માટે મહાભિયોગ ચલાવવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પ આ પહેલા પણ તેમના પર શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાની મજાક ઉડાવી ચુક્યા છે, હાઉસ ઓફ રિપ્રિઝેન્ટીવમાં મહાભિયોગ શરૂ થવાના પહેલા ટ્રમ્પે કહ્યું કે મારા વિરૂધ્ધ મહાભિયોગનાં પ્રયાસો અમેરિકાની લોકશાહીનાં ઇતિહાસમાં સૌથી મોટો હુમલો છે, ડેમોક્રેટ જો બિડેનનાં સહયોગી મને પદ પરથી હટાવવા માગે છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રાજીનામું આપવાની નોબત આવવાની સંભાવના બહું ઓછી છે,સેનેટમાં રિપબ્લિકનન પાસે બહુમતી છે,સેનેટમાં 53 રિપબ્લિકન 47 ડેમોક્રેટ્સ સેનેટર છે, અમેરિકાનાં બંધારણ મુજબ કોઇ પણ પ્રમુખ પર મહાભિયોગ લગાવીને તેને હટાવવા માટે ઓછામાં ઓછાં ત્રીજા ભાગનાં સેનેટરની સંમતી જરૂરી છે.
રિપબ્લિકન સેનેટર પોતાના પ્રમુખનાં પક્ષમાં વોટીંગ કરશે,ટ્રમ્પ પોતાની જીત માટે નિશ્ચિંત છે, અત્રે ઉલ્લેખનિય છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનનાં પ્રમુખને ફોન કોલ કરીને ડેમોક્રેટ જો બિડેન અને તેમના પુત્ર પર તપાસ ઝડપી કરવાનું કહ્યું હતું,અને આ આરોપ હેઠળ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવામાં આવી રહ્યો છે.
આ પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટીવ માંથી પાસ થઇ ગયો છે, અને સેનેટમાં પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે,ટ્રમ્પ પર દેશ સાથે વિશ્વાસઘાત કરવાનો અને ઓફિસનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નીચલા ગૃહમાં સાત મહાભિયોગ પ્રબંધકોની નિમણૂક કરી છે, જે ડેમોક્રેટ્સની તરફથી ટ્રમ્પને પ્રેસિડેન્ટ પદ પરથી હટાવા માટે ચર્ચા કરશે. આ પ્રબંધકોની નિમણૂક નીચલા ગૃહના સ્પીકર નૈંસી પેલોસીએ કરી છે. આપને જણાવી દઇએ કે 438 સભ્યવાળા નીચલા ગૃહમાં ડેમોક્રેટ્સનો દબદબો છે. ગૃહે 18મી ડિસેમ્બરના રોજ ટ્રમ્પની વિરૂદ્ધ મહાભિયોગ ચલાવાની મંજૂરી આપી હતી. અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દેશના ઇતિહાસના ત્રીજા એવા પ્રેસિડેન્ટ છે જેમની વિરૂદ્ધ મહાભિયોગને મંજૂરી આપી દેવામાં આવી છે.
જો કે સેનેટમાં રિપબ્લિક સાંસદોનું નિયંત્રણ છે, એવામાં એ વાતની સંભાવના ખૂબ જ ઓછી છે કે ટ્રમ્પને પ્રેસિડેન્ટ પદ પરથી હટાવી શકાશે. નિષ્ણાતો માની રહ્યા છે કે ટ્રમ્પની સત્તા પણ હાલ સુરક્ષિત રહેશે કારણ કે મહાભિયોગની પ્રક્રિયા નીચલા ગૃહમાં પૂરી થયા બાદ પણ રિપબ્લિક બહુમતવાળી સેનેટમાંથી તેને પસાર કરાવું મુશ્કેલ છે. ટ્રમ્પ એક જ સૂરતમાં હટી શકે છે જ્યારે કમ સે કમ 20 રિપબ્લિકન સાંસદ તેમની વિરૂદ્ધ વિદ્રોહનો ઝંડો ઉઠાવી લો. હાલ તેની ગુંજાઇશ ખૂબ જ ઓછી છે.
ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2020ની પ્રેસિડેન્ટ ચૂંટણીમાં સંભવિત પ્રતિદ્વંદી જે બિડેન અને તેના દીકરાની વિરૂદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે યુક્રેનની સરકાર પર દબાણ બનાવ્યું. બિડેનના દીકરા યુક્રેનની ઉર્જા કંપનીમાં મોટા અધિકારી છે. ટ્રમ્પ અને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોડીમિર જેલેંસ્કીની વચ્ચે થયેલ કથિત ફોન વાર્તા મહાભિયોગ માટે એક મહત્વનો પુરાવો છે.
બીજીબાજુ વ્હાઇટ હાઉસે આશા વ્યકત કરી કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ મહાભિયોગની પ્રક્રિયાને સરળતાથી પાર કરી લેશે. ચીનની સાથે મંગળવારના રોજ ટ્રેડ ડીલ સાઇન કરતાં સમયે ટ્રમ્પે તેમને મહાભિયોગને માત્ર એક અફવા ગણાવી અને કહ્યું કે તેની કોઇ અસર થશે નહીં. ટ્રમ્પના કેમ્પેઇન મેનેજર બ્રૈડ પાર્સકલે કહ્યું કે ચૂંટણીની બરાબર પહેલાં આ ટ્રમ્પની રાજકીય છબીને નુકસાન પહોંચાડવાનો એક પ્રયાસ છે.
અમેરિકન સેનેટના મેજોરિટીના નેતા મિચ મેકકોનેલે કહ્યું હતું કે સેનેટમાં ૨૧ જાન્યુઆરીએ પ્રમુખ ટ્રમ્પ સામેની મહાભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની કાર્યવાહીની શરૂઆત કરાશે.બુધવારે ગૃહમાં મતદાન થશે અને ત્યાર પછી મહાભિયોગની કાર્યવાહી માટે તેને સેનેટમાં મોકલાશે એવા ડેમો ક્રટ્સ હાઉસ સ્પીકર નેન્સી પેલાસીના નિવેદનનાં થોડા દિવસો પછી આ નિવેદન કરાયું હતું.ડેમોક્રટ્સની જ્યાં બહુમતી છે તે ૪૩૫ સભ્યોની યુએસ સેનેટમાં ગયા મહિને ટ્રમ્પ સામે પોતાના રાજકીય હરિફ વિરૂધ્ધ તપાસ કરવા યુક્રન પર દબાણ કરવા ઉચ્ચ કક્ષાનો અપરાધ બદલ મહાભિયોગની કાર્યવાહી કરવા ઠરાવ કરાયો હતો. ૨૪ ઓકટોબરે પેલોસીએ કરેલી પહેલ પરથી ગૃહે ટ્રમ્પ સામે બે કલમો પર મહાભિયોગ કાર્યવાહી કરવા મતદાન કરાયો હતો.એક,સત્તાનો દુરૂપયોગ અને કોંગ્રેસમાં અવરાધ ઊભા કરવા. ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસે બંને આક્ષેપો ફગાવી દીધા હતા. મહાભિયોગ પર મતદાન કરતાં પહેલાં સેનેટ ટ્રાયલ મોશન પુરી કરવી પડે.ટ્રાયલના અધ્યક્ષ હશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. દરમિયાન રિપબ્લીકન નેતાઓ એ મહાભિયોગ અંગે પોતાના અલગ અલગ સુર વ્યક્ત કર્યા હતા.ેકેટલાક રિપબ્લીકનોએ ટ્રમ્પ વિરૂધ્ધ મહાભિયોગ રદ કરવાની પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ખૂબ ટ્રમ્પે જ ગયા સપ્તાહમાં સંસદના ઉપલા ગૃહને તેમની સામેની મહાભિયોગની પ્રક્રિયાને પડતી મૂકવાની વાતને ફગાવી દેવા કહ્યું હતું.મહાભિયોગ પ્રસ્તાવના થોડા દિવસો પહેલાં જ ટ્રમ્પે આ સલાહ આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આખી પ્રક્રિયા રાજકીય પ્રેરિત છે. વિરોધ પક્ષ ડેમોક્રેટસ ચૂંટણઈમાં ફાયદો ઉઠાવાવ માટે આવા ગતકડા કરે છે. મિસૌરીના સેનેટર અને રિપ્બલીકન પક્ષના ટોચના નેતા રોય બ્લંટે કહ્યું હતું કે અમારા સાંસદો સામાન્ય રીતે આવા આરોપોને ફગાવવામાં રસ ધરાવતા હોતા નથી.તેમને લાગે છે કે બંને પક્ષોને નિષ્પક્ષ રીતે સાંભળવા જોઇએ.
ટ્રમ્પ સામે મહાભિયોગની સુનાવણીને સંસદના ઉપલા ગૃહ સેનેટમાં મોકલવા નીચલા ગૃહ એટલે કે લોક પ્રતિનીધીઓના ગૃહમાં આજે સુનાવણી થઇ હતી.ટ્રમ્પ સામે ગયા મહિને જ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. તેમની પર અંગત ફાયદો ઉઠાવવા પ્રમુખપદનો દુરૂપયોગ કર્યોનો આરોપ હતો.
યુક્રનના પ્રેસિડેન્ટ વોલોદોમીર જેલેન્સકી પર ડેમોક્રેટિક પક્ષના નેતા જો બિડન વિરૂધ્ધ તપાસ શરૂ કરવા ટ્રમ્પે દબાણ કર્યું હોવાનો આરોપ હતો. ઉપરાંત વિપક્ષે એમ પણ કહ્યું હતું કે ટ્રમ્પે તપાસને ખોરંભવાનો પણ પ્રયાસ કર્યો હતો.