અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હોસ્પિટલ રૂમમાંથી રવિવારે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસો કોરોના વાઇરસની તેમની સારવારની ખરી કસોટી બનશે. ટ્રમ્પની તબિયત અંગે વ્હાઇટ હાઉસમાંથી વિરોધભાષી નિવેદનો વચ્ચે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.
શનિવારે ટ્વીટર પર મૂકેલા ચાર મિનિટના વિડિયોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમની તબિયત વધુ સારી લાગી રહી છે. આગામી થોડા દિવસમાં ખરી કસોટી છે. તેથી આગામી બે દિવસમાં શું થશે તે અંગે અમે વિચારી રહ્યાં છીએ. આ ટ્રમ્પ અમેરિકન ધ્વજની આગળ બેઠેલા છે. આ વિડિયોમાં તેમણે જેકેટ અને ખુલ્લા ગળાનું જેકેટ પહેર્યું છે.
ગુરુવારની રાત્રે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પની તબિયત અંગે વિરોધાભાષી નિવેદનો આવ્યા છે. વ્હાઇટ હાઉસની ડોક્ટરોની ટીમે શનિવારે જણાવ્યું હતું કે ટ્રમ્પની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ વ્હાઇટ હાઉસમાં પરત આવવાની વાત કરી રહ્યાં છે. એક ડોક્ટરે જણાવ્યું હતું કે ટ્રમ્પે જણાવ્યું હતું કે હું આજે અહીંથી પરત જઈ શકું તેવું લાગે છે.
આના થોડા સમયમાં વ્હાઇટના હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોએ તબિયત અંગે થોડું ચિંતાજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લાં 24 કલાકમાં પ્રેસિડન્ટની તબિયત થોડી કથળી રહી છે અને આગામી 24 કલાક તેમની સારવાર માટે મહત્ત્વના છે. અમે સંપૂર્ણ રિકવરીના સ્પષ્ટ માર્ગ પર નથી.
જોકે પછીથી મીડોએ જણાવ્યું હતું કે ટ્રમ્પની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તબિયતમાં સુધારાથી ડોક્ટર ખુશ છે. મીડોએ તેમની નિવેદનમાં વિરોધાભાષ અંગે સ્પષ્ટતા કરી ન હતી.