અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ તરફથી દરેક ગુપ્ત માહિતી અપાતી નથી. વ્હાઈટ હાઉસને રાષ્ટ્રપતિને જે વાત જણાવવાનું ઉચિત લાગે તે જ જણાવે છે, બાકી માહિતી તેમનાથી ગુપ્ત રખાય છે. રશિયાએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં તૈનાત અમેરિકન સૈનિકોની હત્યા પર ઈનામની જાહેરાત કરી હતી. અમેરિકન ગુપ્તચર વિભાગે આ માહિતી ટ્રમ્પને આપી ન હતી.
આ અગાઉ એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ટ્રમ્પને ગુપ્તચર વિભાગે તેના અંગે જણાવ્યું હતું, તો તેમણે રશિયાને સજા આપવી જોઈએ, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ અંગે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કાયલે મેકનીએ કહ્યું કે, અમેરિકાને દરરોજ હજારો ગુપ્ત રિપોર્ટ પ્રાપ્ત થયા છે અને તે તમામ તપાસ હેઠળ હોય છે.
ઈન્ટેલિજન્સ એજન્સી, સીઆઈએ નિદેશક, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કર્મચારીઓના પ્રમુખ પણ કહે છે કે, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિને દરેક ગુપ્ત માહિતી જણાવાતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પના ભાઈ રોબર્ટે ભત્રીજી મેરીના પુસ્તકના પ્રકાશન પર રોક લગાવવા બીજી અદાલતનો દરવાજો ખટખટાવ્યો છે. આ અગાઉ ન્યૂયોર્કના એક જજે તેમની અરજી ફગાવી દીધી હતી.