અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક સહાય પેકેજ અંગે ડેમોક્રેટ્સ સાથેની મંત્રણાને અચાનક પડતી મૂકી છે. આ નિર્ણયની તેમના હરીફ જો બિડેનને ટીકા કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પ મહામારી વખતે અમેરિકાના લોકોનો તરછોડી રહ્યા છે. મુશ્કેલીના સમયમાં ટ્રમ્પે તેમની પીઠ દેખાડી છે.
નવા રાઉન્ડના સ્ટીમ્યુલસ પેકેજ અંગેને મંત્રણાને બંધ કરવાના ટ્રમ્પના ટ્વીટને પગલે વોલસ્ટ્રીટમાં ગભરાટ ફેલાયો હતો અને શેરોમાં ઊંચા સ્તરેથી ઇન્ટ્રા-ડે બે ટકાનું ગાબડું પડ્યું હતું. કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી વ્હાઇટ હાઉસમાં આવ્યા બાદ એક મોટા નીતિવિષયક નિર્ણયમાં ટ્રમ્પે કોરોના વાઇરસ રાહત કાયદા અંગે ડેમોક્રેટ્સ સાથેની મંત્રણા ચૂંટણી સુધી બંધ કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે ચૂંટણી સાથે મંત્રણા બંધ કરવાની મે મારા પ્રતિનિધિઓને સૂચના આપી છે. ચૂંટણીમાં વિજય બાદ હું એવા મોટા સ્ટીમ્યુલસ બિલને બહાલી આપી છે કે જે મહેનતું અમેરિકન અને નાના બિઝનેસ પર ફોકસ કરતું હોય.