ફ્લોરિડના પામ બીચમાં તેમના માર-એ-લાગો રિસોર્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ એક અદભૂત રાત અને અદભૂત દિવસ હતો. તે આપણા દેશના ઇતિહાસમાં અવિશ્વસનીય સમય છે. અમારો દેશ ખૂબ જ વિભાજિત બન્યો છે અને અમે તેને એકજૂથ કરીશું. આપણો દેશ એવો બન્યો છે કે એક રાજકીય વ્યક્તિ તેમના રાજકીય વિરોધીઓ સામે હથિયારનો ઉપયોગ કરે છે.
અમેરિકાની હાલની રાજકીય વ્યવસ્થાની સ્થિતિની “થર્ડ વર્લ્ડ કન્ટ્રી” સાથે સરખાવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે “અહીં ક્યારેય આવું બન્યું નથી. તે અન્ય દેશોમાં થાય છે, પરંતુ તે ત્રીજા વિશ્વના દેશોમાં થાય છે. અને ઘણી રીતે રીતે આપણે ત્રીજા વિશ્વના દેશ છીએ.”
યુએસ અને મેક્સિકો વચ્ચે અડધી બાંધેલી બોર્ડર વોલ જેવી પોતાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે “આપણા દેશના ઈતિહાસમાં સૌથી સુરક્ષિત સરહદો” બનાવી છે અને માઇગ્રન્ટ ક્રાઇમને અટકાવ્યાં છે.