અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં હાર પછી ડોનાલ્ડ ટ્રમ્પએ તાત્કાલિક ધારણે કેટલાક ફેરફાર હાથ ધર્યા છે. ટ્રમ્પે સોમવારે ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતા. ટ્રમ્પને સંખ્યાબંધ મુદ્દા અંગે એસ્પર સાથે મતભેદ હતા.
ટ્રમ્પએ ટ્વીટ કરી જણાવ્યું કે, ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને પદ પરથી બરતરફ કરવામા આવ્યા છે, તેમજ તેમના સ્થાને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરના ડાયરેક્ટર ક્રિસ્ટોફર મિલરને આ જવાબદારી સોંપવામા આવી છે.
અમેરિકામા પ્રેસિડન્ટની ચૂંટમીમાં હાર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને માર્ક એસ્પર વચ્ચે મતભેદ થયા હતા. તેના પગલે ટ્રમ્પે આ નિર્ણય લીધો હોવાનું જણાય રહ્યું છે. ટ્રમ્પ અને માર્ક વચ્ચે નૌકાદળ અને સેનાના કર્મચારીના ઉપયોગ કરવાની બાબતને લઇને વૈચારિક મતભેદ ચાલી રહ્યા હતા.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પએ ક્રિસ્ટોફર મિલરની પ્રશંસા કરતા ટ્વિટ કરી હતી કે, મિલર બહુ સારૂ કામ કરશે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને એસ્પરના સંબંધો તાજેતરમાં અમેરિકામા ભડકેલી હિંસાના સમયથી ખરાબ થઇ ગયા હતા. એસ્પર અમેરિકામા ચાલી રહેલી હિંસાને શાંત કરવા સેનાનો ઉપયોગ કરવાના ટ્રમ્પના વિચાર સાથે સહમત નહતા. તેમ છતા ટ્રમ્પએ વોશિંગ્ટન ડીસીમા સેનાને તૈનાત કરી દીધી હતી.
ટ્રમ્પ પર વધી રહેલા સત્તા હસ્તાંતરણના દબાવ વચ્ચે એવી માહિતી સામે આવી રહી છે કે, તેઓ ચુંટણીમા થયેલી ગેરરીતિના વિરોધમા કેટલીય રેલી યોજવાનું મન બનાવી રહ્યાં છે. ટ્રમ્પ કેમ્પેઇનના એક પ્રવક્તા પણ આ વાતની ખાતરી આપી છે. જો કે તેમણે ટ્રમ્પ કયારે રેલી શરૂ કરશે તે વિશે ચોક્કસ માહિતી આપી નથી.