(ANI Photo)

દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં પ્રદૂષણની સ્થિતિ વિકેટ બનતા જાહેર પ્રોજેક્ટ્સ સંબંધિત બાંધકામ પ્રવૃત્તિઓ તથા પ્રદૂષણ ફેલાવતી ટ્રકો અને કોમર્શિયલ ફોર વ્હિલર્સ પર રવિવારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતા. દિલ્હી સરકારે પણ  બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને બે દિવસ તમામ પ્રાથમિક શાળોઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ શનિવારે સાંજે ચાર વાગ્યે 415 હતો, જે રવિવારે સાંજ ત્રણ વાગ્યે વધુ કથળીને 463 થયો હતો.

પ્રદૂષણનું ​​સંકટ માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી. પડોશી રાજ્યો હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં પણ હવાની ગુણવત્તા જોખમી હોવાનું નોંધાયું છે.

કેન્દ્ર સરકારના એર પોલ્યુશન કંટ્રોલ પ્લાનના અંતિમ તબક્કા હેઠળના આ પગલાં લેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં પ્રદૂષણનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડવા માટે જવાબદાર એજન્સી CAQMએ દિલ્હી અને NCR રાજ્યોને તમામ ઇમર્જન્સી પગલાં અમલમાં મૂકવા જણાવ્યું હતું, જેમાં સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાના આદેશનો પણ સમાવેશ થાય છે.

ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અંતિમ તબક્કા (સ્ટેજ IV) હેઠળ, અન્ય રાજ્યોમાંથી ફક્ત CNG, ઇલેક્ટ્રિક અને BS VI- સુસંગત વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી મળે છે, જેમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વ્હિકલને છૂટ આપવામાં આવે છે.

કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ના તાજેતરના આદેશ અનુસાર આવશ્યક સેવાઓમાં સાથે જોડાયેલા ન હોય તેવા તમામ મીડિયમ અને હેવી ગૂડ્સ વ્હિકલ્સ પર પણ  રાજધાનીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુવારે આ પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાએ બિન-જરૂરી બાંધકામ અને અમુક કેટેગરીના વ્હિકલ પર પ્રતિબંધ મૂક્યો હતો.

દિલ્હી સરકારે પણ નાના બાળકોને જોખમી પ્રદૂષણથી બચાવવાના પ્રયાસરૂપે તમામ પ્રાથમિક શાળાઓને બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને પડોશી રાજ્યોમાં ખેતરોમાં આગની ઘટનાથી દિલ્હીમાં પ્રદૂષણમાં મોટો વધારો થયો છે.

બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પ્રદૂષણની સમસ્યા ગંભીર બની છે તેવા રાજ્યોના મુખ્ય સચિવોને  તાત્કાલિક પગલાં લેવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY