King Charles III and Queen Camilla (Photo by Chris Jackson/Getty Images)

ગયા ફેબ્રુઆરીમાં નિદાન થયા બાદ કેન્સરની સારવાર લઇ રહેલા બ્રિટનના રાજા ચાર્લ્સ IIIએ આવતા મહિને યોજાનારી વાર્ષિક ટ્રુપિંગ ધ કલર પરેડ દરમિયાન સૈનિકોનું નિરીક્ષણ કરવા માટે ઘોડા પર બેસવાને બદલે પત્ની રાણી કેમિલા સાથે એસ્કોટ લેન્ડૌ કેરેજમાં બેસવાનું પસંદ કર્યું છે એમ બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરાયું છે.

75 વર્ષીય રાજાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે જૂનના બીજા શનિવારે આયોજિત આ સમારોહમાં મહારાજા હાજર રહેનાર છે. જ્યારે તેમના પુત્રવધૂ – કેટ મિડલટન તેણીના કેન્સર નિદાન પછી પ્રિવેન્ટીવ કીમોથેરાપીની સારવાર લઇ રહ્યા હોવાથી રૂઢિગત સમારોહમાં ભાગ લેવાના નથી.

8 જૂનના રોજ નિર્ધારિત પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનની ‘કર્નલની સમીક્ષા’ની ભૂમિકા કોઇ અન્ય લશ્કરી અધિકારી દ્વારા નિભાવવામાં આવશે. કેટ તેમની શાહી ફરજો હમણાં ફરી શરૂ કરવાના નથી.

બ્રિટિશ રાજાના સત્તાવાર જન્મદિવસનો સમારોહ, 15 જૂનના રોજ સુનિશ્ચિત કરવામાં આવેલ છે અને તે દર વર્ષે લશ્કરી પરેડ અને માર્ચ પાસ્ટ દ્વારા ચિહ્નિત થાય છે જેને ટ્રુપિંગ ધ કલર અથવા કિંગની બર્થડે પરેડ તરીકે ઓળખવામાં આવે છે. તે વખતે પરંપરાગત રીતે શાહી પરિવારના તમામ નજીકના સભ્યો બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી ઉપસ્થિત ભીડને આવકારે છે.

ચાર્લ્સ તાજેતરના અઠવાડિયામાં જ કેન્સરની સારવાર મેળવ્યા પછી જાહેર-સામનો ફરજો પર પાછા ફર્યા છે.

LEAVE A REPLY