કન્ઝર્વેટિવ્સે વચન આપ્યું છે કે જો તેઓ સામાન્ય ચૂંટણી જીતશે તો “ટ્રિપલ લોક પ્લસ” યોજના દ્વારા કરમુક્ત પેન્શન ભથ્થું વધારી આપશે. આ યોજના હેઠળ, પેન્શનરો માટે વ્યક્તિગત પેન્શન ભથ્થું ઓછામાં ઓછું 2.5% અથવા ઉચ્ચતમ કમાણી અથવા ફુગાવાને અનુરૂપ વધશે. જેને કારણે 2030 સુધીમાં £275ની બચત થશે.

વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે આ યોજના બતાવે છે કે અમે પેન્શનરોના પક્ષમાં છીએ. કંઝર્વેટિવ્સના ટ્રિપલ લોકને કારણે, આ વર્ષે પેન્શનમાં £900નો વધારો થયો છે અને હવે અમે આવતા વર્ષે તેમના કરમાં લગભગ £100નો ઘટાડો કરીશું.”

બીજી તરફ લેબરે કહ્યું હતું કે સરકારની યોજના “વિશ્વસનીય” નથી.

સ્ટેટ પેન્શનમાં એપ્રિલ માસામાં પેન્શન 8.5% વધ્યું હતું. કન્ઝર્વેટિવ્સ અને લેબર પેન્શન વધતી કિંમતો અને વેતન સાથે જળવાઈ રહે તેની ખાતરી કરવાની નીતિને જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

2021થી આવકવેરાનો થ્રેશોલ્ડ સ્થિર કરવામાં આવ્યો છે. પણ પેન્શન દ્વારા પ્રાપ્ત નાણાં પર પણ આવકવેરો ચૂકવવો પડે છે. પણ ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)ના કહ્યા અનુસાર 2027 સુધીમાં સ્ટેટ પેન્શન કરમુક્ત વ્યક્તિગત ભથ્થા કરતાં વધુ હોવાની અપેક્ષા છે. તેનો અર્થ એ થશે કે લાખો વધુ પેન્શનરોને આવકવેરો ચૂકવવો પડશે. પેન્શનરોમાં ચિંતા છે તે તેમનું પેન્શન આવકવેરો ભરવામાં વપરાશે.

LEAVE A REPLY