ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સોમવાર, (2મે)એ ભૂકંપના બે આંચકા આવતા ગભરાટ ફેલાયો હતો. અહીં સોમવારે સવારે 4 અને 3.2ની તીવ્રતાના ભૂકંપના બે આંચકા આવ્યા હતા, જોકે કોઇ જાનહાનીની અહેવાલ નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
જિલ્લા હેડક્વાર્ટર વેરાવળથી 35 કિમી દૂર આવેલા તલાલાના લોકો ભૂકંપના આંચકાને કારણે વહેલી સવારે ઉંઘમાંથી સફાળા જાગ્યા હતા અને ઘરની બહાર ભાગદોડ કરી હતી. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ભૂકંપથી જાનહાની કે મિલકતને નુકસાનના કોઇ અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજિક રિસર્ચના જણાવ્યા અનુસાર ભૂકંપનો પ્રથમ આંચકો વહેલી સવારે 6.58 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 4.0ની હતી. બીજો 3.2નો આંકડો સવારે 7.04 કલાકે આવ્યો હતો.