બ્રિટન આવતા મહિને રોગચાળાને લીધે પડી ભાંગેલા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે રસીના બન્ને ડોઝ મેળવનાર લોકોને સૌથી કોવિડ-19નું વધુ જોખમ ન હોય તેવા તમામ દેશોમાં અનિયંત્રિત મુસાફરી કરવાની મંજૂરી આપવાની યોજનાઓ પ્રકાશિત કરનાર છે. બ્રિટન 30 જૂનથી સલામત મુસાફરીના સ્થળો તરીકે માલ્ટા, સ્પેનના બેલેરિક આઇલેન્ડ્સ અને પોર્ટુગીઝ ટાપુ મેડેઇરાને “ગ્રીન લિસ્ટ”માં ઉમેરશે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે “અમારા સફળ રસીકરણ કાર્યક્રમને પગલે અમારો હેતુ છે કે સમરમાં બન્ને રસી ધરાવતા યુકેના નિવાસીઓને એમ્બર લીસ્ટવાળા દેશોની મુસાફરી કરીને પરત થતી વખતે અલગ થવાની જરૂર રહેશે નહીં. અમે આવતા મહિને વધુ વિગતો આપીશું.”
બ્રિટિશ એરવેઝ, જેટ અને અન્ય એરલાઇન્સે આ પગલાંને આવકાર્યું હતું અને આ સમાચારથી ઉત્સાહ મળ્યો હતો. જુલાઈ અને ઑગસ્ટની રજાની મોસમ નજીક હોવાથી સરકાર નિયંત્રણો હળવા કરવા માટે દબાણ હેઠળ છે. પાઇલટ્સ, કેબિન ક્રૂ, ટ્રાવેલ એજન્ટો અને ટ્રાવેલ ઉદ્યોગના અન્ય કાર્યકરોએ બુધવારે વિરોધ પ્રદર્શન કરી સરકારને વધુ રૂટ ખોલવાની હાકલ કરી હતી.