મહિસાગર જિલ્લાના બે આચાર્ય સહિત છ શિક્ષકોની બળાત્કારના દોષિત આસારામ બાપુના ફોટોની આરતી ઉતારવાના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ રાજ્ય સરકારે બદલી કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આસારામને ગાંધીનગર અને જોધપુરની કોર્ટોએ બળાત્કારના મામલે દોષિત ઠેરવ્યા છે અને હાલમાં જેલમાં છે.
શિક્ષકોની કચ્છ જિલ્લામાં બદલી કરાઈ છે. જિલ્લાના લુણાવાડા તાલુકાના જામપગીના મુવાડા પ્રાથમિક સ્કૂલમાં 14 ફેબ્રુઆરી (વેલેન્ટાઈન ડે)એ આ ઘટના બની હતી. જો કે બે દિવસ બાદ ઘટનાના ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા. એ પછી આ મુદ્દે લોકોનું ધ્યાન ગયું હતું. આસારામના આસારામના ભક્તો હજુ પણ 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતા પૂજન દિવસ તરીકે ઉજવે છે. એક ખુરશી પર આસારામની તસવીર બીજી ખુરશી પર અન્ય ભગવાનની તસવીર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકત્ર થયા હતા. રાજ્યના શિક્ષણ પ્રધાને કુબેર ડીંડોરે આ કાર્યક્રમ અંગે રિપોર્ટ માંગ્યો હતો.