લંડન અંડરગ્રાઉન્ડ ટનલમાં વપરાતી ટ્રેનોનો અવાજ ઘટાડવા અને મુસાફરી શાંત બનાવવા એક નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરાઇ રહ્યું છે. તાજેતરમાં TfL એ ટ્રૅક પ્રોફાઇલને પુનઃસ્થાપિત કરવા માટે ટ્રેકને ગ્રાઇન્ડ કરીને ટ્રેકનો અવાજ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં નોર્ધર્ન લાઇનને સૌથી વધુ ઘોંઘાટ ધરાવતી લાઇન તરીકે ક્રમાંકિત કરાઇ છે.
માર્ચમાં TfL દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર, 2018 અને ફેબ્રુઆરી 2022 ની વચ્ચે રહેવાસીઓ દ્વારા અવાજ અને કંપન સંબંધિત 280 થી વધુ ફરિયાદો નોર્ધર્ન લાઇન માટે કરાઇ હતી. અન્ય ઘોંઘાટવાળી લાઇનમાં જ્યુબિલી અને વિક્ટોરિયા લાઇનનો સમાવેશ થાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, TfL એ નવા ટ્રેક ફાસ્ટનિંગની ટ્રાયલ કરવાનું શરૂ કર્યું છે. તેઓ હાલમાં પેન્ડ્રોલ વેનગાર્ડ ટ્રેક ફાસ્ટનિંગ્સનો ઉપયોગ કરે છે જે ટ્રેકથી નજીકની ઇમારતો સુધી ટ્રાન્સમિશન અને વાઇબ્રેશન અને અવાજ ઘટાડવા માટે સારી છે.
આનો ફાયદો એ છે કે તેઓ રેસિડેન્શિયલ અવાજના સ્તરને મર્યાદિત કરશે અને સાથે સાથે પેન્ડ્રોલ વેનગાર્ડ ફાસ્ટનિંગ્સની સરખામણીમાં ઇન-કેરેજના અવાજને ઘટાડે છે. છેલ્લા છ મહિનામાં, TfL મેન્ટેનન્સ સ્ટાફ દ્વારા 17,500 મીટરથી વધુ રેલ ટ્રેક ગ્રાઉન્ડ કરવામાં આવ્યો હતો. TfL ઘોંઘાટ ઘટાડવા માટે બિનજરૂરી રેલ સાંધાઓ દૂર કરવા, પોઈન્ટ અને ક્રોસિંગની જાળવણી અને ટ્રેકને પુનઃ બેલાસ્ટિંગ કરનાર છે.