RMT યુનિયન આગામી તા. 3-4 અને 6-7 જાન્યુઆરીના રોજ હડતાલનું આયોજન કરી રહ્યું છે જેનાથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મોટો રેલ વિક્ષેપ ઉભો થશે. RMT સભ્યોનો વોકઆઉટ 24 ડિસેમ્બરે સાંજે 6થી શરૂ થશે અને 27 ડિસેમ્બરના રોજ સવારના 6 સુધી ચાલુ રહેશે. RMTના સભ્યો 14 ટ્રેન કંપનીઓ સામે પ્રતિબંધમાં ભાગ લઈ રહ્યા છે જે રવિવારથી શરૂ થશે અને 2 જાન્યુઆરી સુધી ચાલશે. CWU સાથે જોડાયેલા રોયલ મેઇલ કામદારો દ્વારા 23 અને 24 ડિસેમ્બરના રોજ હડતાલ પાડશે.
અસલેફે જણાવ્યું હતું કે ડ્રાઇવરો હડતાળ પર જવા માંગતા નથી પરંતુ ટ્રેન કંપનીઓ દ્વારા તેમને આમ કરવા માટે “દબાણ” કરવામાં આવ્યું છે. રેલ ડિલિવરી ગ્રૂપે જણાવ્યું હતું કે તે વિવાદને સમાપ્ત કરવા માટે Aslef સાથે કામ કરવા માંગે છે.
ટ્રેન ઓપરેટિંગ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા RDGના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કોઈ પણ આ હડતાલને આગળ વધે તે જોવા માંગતું નથી, અને અમે ફક્ત મુસાફરો અને ઘણા બિઝનેસીસની માફી માંગી શકીએ છીએ જેમને આ નુકસાનકારક વિક્ષેપથી ફટકો પડશે.”
Aslefની હડતાલથી પ્રભાવિત રેલ કંપનીઓમાં અવંતી વેસ્ટ કોસ્ટ, ચિલ્ટર્ન રેલ્વે, ક્રોસકન્ટ્રી, ઇસ્ટ મિડલેન્ડ રેલવે, ગ્રેટ વેસ્ટર્ન રેલ્વે, ગ્રેટર એંગ્લિયા, ગ્રેટ નોર્ધન/થેમ્સ લિંક, લંડન નોર્થ ઈસ્ટર્ન રેલ્વે, નોર્ધર્ન ટ્રેન્સ, સાઉથઇસ્ટર્ન, સધર્ન/ગેટવિક એક્સપ્રેસ, સાઉથ વેસ્ટ રેલ્વે, SWR આઇલેન્ડ લાઇન, ટ્રાન્સપેનાઇન એક્સપ્રેસ અને વેસ્ટ મિડલેન્ડ્સ ટ્રેન્સનો સમાવેશ થાય છે.
RMT યુનિયન, ટ્રેન ઓપરેટિંગ કંપનીઓ અને નેટવર્ક રેલ પગાર, નોકરીની સુરક્ષા અને શરતોને લઈને લાંબા સમયથી વિવાદમાં છે. નેટવર્ક રેલે મુસાફરોને સોમવારે ક્રિસમસના આગલા દિવસે મુસાફરી ટાળવા ચેતવણી આપી હતી.