ટોયોટા કિર્લોસ્કરના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું હાર્ટ એટેકથી મંગળવાર સવારે નિધન થયું હતું. તેઓ 64 વર્ષના હતા. તેમને તાત્કાલિક બેંગલુરુની મણિપાલ હોસ્પિટલે લઈ જવાયા હતા. કિર્લોસ્કરના પરિવારમાં તેના પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી છે. તેઓ કિર્લોસ્કર ગ્રૂપના ચોથી પેઢીના સભ્ય હતા.
ટોયોટાએ એક નિવેદનમાં જણાવ્યું કે, “અમને એ જણાવતા અત્યંત દુખ થાય છે કે ટોયોટા કિર્લોસ્કરના વાઈસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. આ ગ્રૂપની સ્થાપના 1888માં થઈ હતી. ગ્રૂપ પંપ, એન્જિન, કોમ્પ્રેસરના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. કિર્લોસ્કરે MITમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને તેઓ 1988થી બેંગલુરુ ખાતે આવેલી ટોયોટા કિર્લોસ્કર (Toyota Kirloskar)ના વાઈસ ચેરમેન હતા. તેમણે જ જાપાનની ટોયોટા (Toyota) સાથે ભાગીદારી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સાથે જ કર્ણાટકમાં ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગના એક મોટા ઉદ્યોગની શરૂઆત થઈ હતી.