ટુરીઝમને શરૂ કરવા નાના ઉદ્યોગોને £10 મિલિયન અપાશે

0
571
(Photo by FILIPPO MONTEFORTE/AFP via Getty Images)

ઇંગ્લેન્ડના પર્યટનને વેગ આપવા માટે સરકારે £10 મિલિયનના નવા ભંડોળની જાહેરાત કરી છે જેથી આ ક્ષેત્રે નવીકરણ અને રીકવરી લાવી શકાય. પર્યટન સ્થળોના નાના વ્યવસાયોને £5,000 સુધીની સહાય કરાશે. સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા આવતા મહિનામાં શોવેલ રેડી માળખાકીય પ્રોજેક્ટ્સ માટે £ 50 મિલિયનથી વધુ રકમ આપનાર છે.

પર્યટન પર આધારીત સમુદાયોને નવા £10 મિલિયનના કિક-સ્ટાર્ટિંગ ટૂરિઝમ પેકેજનો લાભ મળશે. વડા પ્રધાન દ્વારા ગયા અઠવાડિયે “નવી ડીલ”ની ઘોષણા બાદ આર્થિક રીકવરી માટેનું આ નવીનતમ પેકેજ છે. દેશના ઘણા વિસ્તારોમાં તાજેતરના મહિનાઓમાં પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.