ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને ‘’આઇ એમ સેલેબ્રીટી… ગેટ મી આઉટ ઓઉ હીયર..‘’ ટીવી શોમાં ભાગ લેવા બદલ કન્ઝર્વેટિવ સાંસદ તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેટ હેનકોકે રાજીનામું આપ્યા બાદ ગયા વર્ષે લંડન મેરેથોનમાં પણ ભાગ લીધો હતો
ટોરી ચીફ વ્હીપે કહ્યું કે તે સસ્પેન્શન વોરંટ કરવા માટે “પર્યાપ્ત ગંભીર” છે. ટોરી એમપી ડીસીપ્લીનનો હવાલો સંભાળતા સિમોન હાર્ટે જણાવ્યું હતું કે તેમણે હેનકોક સાથે વાત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. કેમ્પેઇન ગૃપ કોવિડ-19 બેરેવ્ડ ફેમિલીઝ ફોર જસ્ટિસે મિસ્ટર હેનકોકના નિર્ણયને “સીકનિંગ” ગણાવી ITVને તેમને પ્રોગ્રામમાંથી દૂર કરવા હાકલ કરી હતી.
ઋષિ સુનકના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું: “PM માને છે કે દેશ માટેના પડકારજનક સમયે સાંસદોએ તેમના મતદારો માટે સખત મહેનત કરવી જોઈએ, પછી ભલે તે ગૃહમાં હોય કે તેમના મતવિસ્તારમાં.”