ગયા સપ્તાહની શરૂઆતમાં સમાપ્ત થયેલા ટોરી લીડરશીપ પોલમાં ઋષિ સુનક લિઝ ટ્રસથી માત્ર પાંચ પોઈન્ટ પાછળ છે. ઇટાલિયન કંપની ટેકન દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સુનકને 43 ટકાની સરખામણીમાં ટ્રસને 48 ટકા પર મત મળ્યા હતા જ્યારે 9 ટકા લોકોએ જવાબ આપ્યા ન હતા. નોકઆઉટ સ્ટેજ પર હાથ ધરાયેલા છેલ્લા યુગોવ સર્વેમાં ટ્રસ સુનક પર 24-પોઇન્ટની લીડ ધરાવતા હતા.
60 ટકા લોકોએ જણાવ્યું હતું કે ટ્રસ પાસે સુનક કરતાં ટેક્સ અંગે વધુ સારા વિચારો છે. તેમણે ફુગાવાને પહોંચી વળવા અને ઇમિગ્રેશનને હેન્ડલ કરવાની ટ્રસની યોજનાઓને ટેકો આપ્યો હતો. ટોરી સભ્યોએ લિઝ ટ્રસની ટેક્સ અને ઇમિગ્રેશન પરની નીતિઓને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે ઋષિ સુનક શિક્ષણ, ક્લાયમેટ ચેન્જ અને એનર્જી માટે વધુ સારા હતા. તાજેતરના મતદાનમાં ટ્રસને 31 ટકા કન્ઝર્વેટિવ કાઉન્સિલરોએ પસંદ કર્યા હતા જ્યારે સુનકને 29 ટકા કન્ઝર્વેટિવ કાઉન્સિલરોએ પસંદ કર્યા હતા. 30 ટકા લોકો અનિર્ણિત રહ્યા હતા.
બેટિંગ એક્સચેન્જ ફર્મ સ્માર્કેટ્સના નવીનતમ અંદાજ મુજબ લિઝ ટ્રસને ઋષિ સુનક સામે 90 ટકા શોટ મળ્યા હતા. જ્યારે આગામી PM બનવાની સુનકની તક ઘટીને 10 ટકા થઈ ગઈ છે. જ્યારે અન્ય ઉમેદવારો પાસે 1 ટકાની તક પણ નથી.
સુનકના કેમ્પેઇન સ્ત્રોતોએ દાવો કર્યો હતો કે આ બદલાવ તેમને મળતા પ્રતિસાદને દર્શાવે છે, જે સૂચવે છે કે આ રેસ વિચારવામાં આવતી હતી તેના કરતા ઘણી નજીક હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોને ઉમેદવારો અને તેમની નીતિ યોજનાઓ અંગેના તેમના મંતવ્યો પૂછ્યા હતા. આ અઠવાડિયે મતપત્રો બહાર જઇ રહ્યા છે ત્યારે મતદાનના તારણો સુનક માટે પ્રોત્સાહક છે. તેમના સમર્થકોને આશા છે કે દેશભરની મુલાકાતો તેમજ આ અઠવાડિયે આવી રહેલ ત્રણ હસ્ટિંગ ઇવેન્ટ્સ તેમની તરફેણમાં સમર્થન ઉભુ કરશે.
ટ્રસ કેમ્પના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘’મોટાભાગના મુદ્દાઓ પર ટ્રસ સુનક કરતા ખૂબ આગળ છે. અમે સર્વે પર કોઈ ધ્યાન આપતા નથી. લિઝ દરેક મત મેળવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ શક્ય તેટલા વધુ સભ્યોને મળવા અને સારૂ અર્થતંત્ર આપવા પ્રયાસ કરે છે અને સખત પ્રચાર કરીએ છીએ.”
સર્વેના નિષ્ણાત સર જ્હોન કર્ટિસે જણાવ્યું હતું કે શક્ય છે કે રેસ ધાર્યા કરતા વધુ નજીક રહશે. વળી આ મતદાન હવે લગભગ પખવાડિયા જૂનું છે.”
ટ્રસ અને સુનાકમાં લોકપ્રિય કોણ
મતદારોને આકર્ષતા ગુણ | લીઝ ટ્રસ | ઋષિ સુનક |
જીતની શક્યતા | 48 ટકા | 43 ટકા |
નેતૃત્વ માટે લાયક | 42 ટકા | 52 ટકા |
આદરણીય અંગત જીવન | 63 ટકા | 26 ટકા |
સામાન્ય લોકોની સમસ્યાઓની સમજ | 60 ટકા | 34 ટકા |
પ્રામાણિકતા | 55 ટકા | 38 ટકા |