કન્ઝર્વેટિવ લીડરશીપના ઉમેદવારોની સંપૂર્ણ યાદી સોમવારે બપોરે પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં છ સાંસદોએ ઝુકાવ્યું છે. જેમના નામ અને પરિચય આ મુજબ છે.
ટોમ તુગન્ધાત
2022ના સમરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે મજબૂત દોડ પછી ટોરી સેન્ટ્રીસ્ટ તુગેન્ધાતને સુનક સરકારમાં ડિફેન્સ મિનિસ્ટર બનાવાયા હતા. ઇરાક અને અફઘાનિસ્તાનમાં ફરજ બજાવનાર પૂર્વ રિઝર્વ ઓફિસર, તુગેન્ધાત 2015માં સાંસદ બન્યા હતા અને 2017 અને 2022 દરમિયાન ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ હતા. તેઓ માનવાધિકાર પરના યુરોપિયન સંમેલનમાંથી યુકેને બહાર કાઢવા માંગે છે.
ઓડ્સ: લેડબ્રોક્સ 5-1. વિલિયમ હિલ 4-1.
મેલ સ્ટ્રાઈડ
સુનકના કટ્ટર વફાદાર સ્ટ્રાઈડની વારંવાર મીડિયામાં હાજરીને કારણે તેઓ ચૂંટણી વખતે કન્ઝર્વેટિવ ઝુંબેશનો ચહેરો બન્યા હતા. પણ ખુદ ફક્ત 61 મતથી તેની સેન્ટ્રલ ડેવન સીટ પરથી જીત્યા હતા. સ્ટ્રાઈડે પક્ષની એકતાને કેન્દ્રમાં રાખી છે અને ટ્રેઝરી સિલેક્ટ કમિટીના અધ્યક્ષ અને કોમન્સ લીડર સહિત લોકોને એકસાથે લાવવાની ભૂમિકામાં અનુભવ ધરાવે છે. તેઓ સૌપ્રથમ 2010માં સાંસદ બન્યા હતા.
ઓડ્સ: લેડબ્રોક્સ 28-1, વિલિયમ હિલ 20-1.
જેમ્સ ક્લેવર્લી
ક્લેવર્લીએ વરિષ્ઠ મંત્રી તરીકે સુનક અને ટ્રસની સરકારમાં હોમ સેક્રેટરી અને ફોરેન સેક્રેટરી તરીકે સેવા આપી છે. જૉન્સન સરકારમાં એજ્યુકેશન સેક્રેટરી અને કન્ઝર્વેટિવ અધ્યક્ષ હતા. તેઓ પહેલીવાર 2015માં સાંસદ બન્યા હતા. તેમણે 2016માં બ્રેક્ઝિટનું સમર્થન કર્યું હતું.
ઓડ્સ: લેડબ્રોક્સ, 6-1, વિલિયમ હિલ 9-2.
કેમી બેડેનોક
બેડનોકની સુસ્થાપિત ઝુંબેશ અને પાયાના સભ્યોમાં તેમની લોકપ્રિયતાએ તેણીને આ હરીફાઈમાં મનપસંદ બનાવી છે. 2022માં નેતૃત્વની હરિફાઇમાં ચોથા સ્થાને આવ્યા હતા. સરકારમાં તેમણે બિઝનેસ સેક્રેટરી અને મહિલા અને સમાનતા માટેના મિનિસ્ટર તરીકે સેવા આપી હતી. તેઓ 2017માં પ્રથમ વખત ચૂંટાયા હતા.
ઓડ્સ: Ladbrokes 7-4, વિલિયમ હિલ 15-8.
રોબર્ટ જેનરિક
ટોરી રાઇટ વિંગરોમાં પ્રિય થયેલા જેનરિકને બ્રેવરમેન પર નજર રાખવા માટે હોમ ઓફિસના મિનિસ્ટર તરીકે સુનક દ્વારા સ્થાપિત કરાયા હોવાનું કહેવાય છે. જો કે ટૂંક સમયમાં જ આ બિનસત્તાવાર ભૂમિકા છોડી સુનકને વધુ કડક વલણ અપનાવવા હાકલ કરીને ગયા ડિસેમ્બરમાં રાજીનામું આપ્યું ત્યાં સુધી ઇમિગ્રેશન પ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
ઓડ્સ: લેડબ્રોક્સ 5-2, વિલિયમ હિલ 11-4.
પ્રીતિ પટેલ
રેસમાં સૌથી વધુ રાઇટ વિંગર ઉમેદવાર પટેલે ત્રણ વડાપ્રધાનો હેઠળ સરકારમાં સેવા આપી છે. પરંતુ તે લિઝ ટ્રસ અથવા ઋષિ સુનક સરકારમાં જોડાયા ન હતા. 2010માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે પોઇન્ટ-બેઝડ ઇમિગ્રેશન સિસ્ટમ શરૂ કરી હતી અને યુકે એસાયલમ પ્રોસેસ માટે રવાન્ડા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ઓડ્સ: લેડબ્રોક્સ અને વિલિયમ હિલ, 8-1.