વડા પ્રધાન બોરિસ જોન્સન ટેક્સમાં વધારો કરાવા અંગે કેબિનેટના બળવા સામે લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીની લેબર સામેની લીડ છ મહિના કરતા ઓછા સમયમાં તેની સૌથી નીચી સપાટી પર આવી ગઈ છે. વડા પ્રધાન માટે અસ્થિર અઠવાડિયા પછી, લેબર ઉપરની કન્ઝર્વેટિવ પાર્ટીની લીડનું માર્જિન 13 પોઇન્ટથી ઘટીને ચાર પર આવી ગયું હતું.
ટાઇમ્સ માટેના યુગોવ સર્વેક્ષણમાં કન્ઝર્વેટિવ્સને પાછલા સપ્તાહમાં છ પોઇન્ટના ઘટાડા સાથે 38 ટકા લોકોનો ટેકો મળ્યો હતો. જ્યારે લેબરને 34 ટકા મત સાથે ત્રણ પોઇન્ટ વધારે મળ્યા હતા. ફેબ્રુઆરીના મધ્યભાગથી જોન્સનને મળેલી આ સૌથી સાંકડી લીડ છે.
પક્ષના રેટિંગ્સમાં અચાનક ઘટાડો થવા પાછળનું કારણ સાજીદ જાવિદને ચેપ લાગ્યા પછી જોન્સન તાત્કાલિક આઇસોલેટ ન થયા તેને મનાય છે જે નોંધપાત્ર ભૂલ હતી. કેટલાંક કેબિનેટ પ્રધાનોમાં નેશનલ ઇન્સ્યોરંશમાં વધારો કરવાના નિર્ણય સામે પણ વિરોધ છે. કારણ કે પક્ષે ચૂંટણી ઢંઢેરામાં લેવી અથવા આવકવેરા અને વેટમાં વધારો નહીં કરવાનું વચન આપ્યું હતું.