એક કન્ઝર્વેટિવ સાથીદારે કહ્યું હતું કે ‘’કોવિડ લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટીઓ અંગે જૉન્સનને ઓફિસમાંથી દૂર કરવાનો પ્રયાસ કરનારા શંકાસ્પદ સાસંદસભ્યોને “બ્લેકમેલ” કરવાના કહેવાતા પ્રયાસ કરનાર સરકારી વ્હિપ્સ સામે પોલીસને રજૂઆત કરનાર છે.
ગોટાળાઓના કારણે જૉન્સને વ્યક્તિગત રીતે અને તેમની પાર્ટી બંને તરફથી જાહેર સમર્થન ગુમાવ્યું છે.
જાહેર વહીવટ અને બંધારણીય બાબતોની સમિતિના અધ્યક્ષ વિલિયમ રેગે કહ્યું હતું કે ‘’કેટલાક કન્ઝર્વેટિવોએ જોન્સનને દૂર કરવાની તેમની ઇચ્છાને કારણે ધાકધમકી અને બ્લેકમેલનો સામનો કરવો પડ્યો હતો. તે આરોપો અંગે ચર્ચા કરવા આવતા સપ્તાહની શરૂઆતમાં પોલીસને મળશે.’’
જો કે જૉન્સને કહ્યું છે કે ‘’મેં રેગના દાવાઓને સમર્થન આપતા કોઈ પુરાવા જોયા કે સાંભળ્યા નથી. આવા કોઈપણ પુરાવાઓને “ખૂબ જ કાળજીપૂર્વક” જોવાશે.
લંડનની મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આવા કોઈપણ આરોપોની જેમ, મેટ પોલીસને ફોજદારી ગુનાની જાણ કરાશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે.”