Wrestling Federation alleging sexual harassment
કુસ્તીબાજ વિનેશ ફોગાટે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામેના વિરોધ દરમિયાન રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો. આ પ્રસંગે કુસ્તીબાજ બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ જોવા મળે છે. ANI ફોટો)

ભારતીય રેસલર વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રેસિડન્ટ બ્રિજ ભૂષણ ચરણ સિંહ સામે મહિલાનું જાતિય શોષણ કરવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. ફોગાટે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિબિરોમાં તૈનાત કેટલાક કોચ વર્ષોથી મહિલા કુસ્તીબાજો સાથે જાતીય સતામણી કરી રહ્યા છે. હું રાષ્ટ્રીય શિબિરમાં ઓછામાં ઓછી 10-20 છોકરીઓને જાણું છું જેઓ આવીને મને તેમની હકીકત સંભળાવી હતી.ઘણી મહિલા રેસલર્સે પણ આ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદ છતાં કોઇ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ આક્ષેપોને પગલે દેશના રમત મંત્રાલયે બુધવારે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર વિનેશ ફોગાટના આક્ષેપોનો 72 કલાકમાં જવાબ આપવા માટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને આદેશ આપ્યો હતો.

વધુમાં ફોગાટે જણાવ્યુ કે, માનસિક ત્રાસના કારણે આત્મહત્યાનો વિચાર પણ આવ્યો હતો. જો કોઇ પણ ખેલાડીને કંઇ પણ થયુ તો તેના જવાબદાર અધ્યક્ષ હશે. રેસલર બજરંગ પુનિયાએ આ અંગે કહ્યું કે, અમે ફેડરેશનમાં બદલાવ ઇચ્છીએ છીએ, વડાપ્રધાન પાસે પણ મદદ માંગી છે.

ફેડરેશનનના વિરોધમાં ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ અને અંશુ મલિક સહિત અનેક કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર ખાતે કરીને ધરણા પર બેઠા હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ બજરંગ પુનિયા, રિયો ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ સાક્ષી મલિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવ્રત મલિક, જિતેન્દ્ર કિન્હા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા સુમિત મલિક કુસ્તીબાજો વિરોધમાં સામેલ થયા હતા.

WFI પ્રમુખ બ્રિજ ભૂષણ ચરણ સિંહ, જેઓ ભાજપના સાંસદ છે, તેમણે આક્ષેપોનો નકારી કાઢ્યા છે. “જાતીય સતામણીના તમામ આરોપો ખોટા છે, અને જો તે સાચા સાબિત થશે તો હું આત્મહત્યા કરીશ. મેં બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ કરવામાં અસમર્થ હતો,”

LEAVE A REPLY