ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પના ફ્લોરિડા એસ્ટેટ ઉપર દરોડા દરમિયાન એફબીઆઇને અત્યંત ગુપ્ત દસ્તાવેજો મળ્યાના મીડિયા અહેવાલો વચ્ચે ન્યાય વિભાગના અધિકારીઓ ટ્રમ્પના આવાસે દરોડાની સત્તા આપતા વોરન્ટ જાહેર કરવાની તૈયારીમાં લાગ્યા હતા. ટ્રમ્પના આવાસે દરોડા મહદ્ અંશે અત્યંત સંવેદનશીલ, ગુપ્ત સંરક્ષણ સંબંધી દસ્તાવેજો ગેરકાયદે ધરાવવા સંબંધિત જાસૂસી ધારાના ભંગની શંકા ઉપર આધારિત હતા. વોરન્ટ અને સંબંધિત વસ્તુઓ દર્શાવે છે કે ઓફબીઆઇ એજન્ટોને 11 ગુપ્ત વર્ગીકૃત દસ્તાવેજોના સેટ મળ્યા છે.

2024ની ચૂંટણી માટે જોરદાર પ્રયાસો કરી રહેલા 76 વર્ષના ટ્રમ્પે વોરન્ટ રીલીઝ નહીં અટકાવવા જણાવી પોતે ડેમોક્રેટ્સ તરફથી કાનૂની અમલીકરણના રાજકીય હથિયારનો ભોગ બન્યાનો દાવો કર્યો છે. એફબીઆઇ એજન્ટ્સ ઘણા બધા ફોટોબાઇન્ડર, હસ્તલિખિત નોંધ, ગુપ્ત દસ્તાવેજો ભરેલા 20 બોક્સ પોતાની સાથે લઇ ગયા છે.
દરમિયાન એફબીઆઇના દરોડા સામેની નારાજગી દર્શાવવા એક શસ્ત્ર માણસ સીનસીનાટીમાં એફબીઆઇ કચેરીમાં ઘૂસી જતાં તેને સામસામા ગોળીબારમાં ઠાર મરાયો હતો.